અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણીઃ બાઇડને ટ્રમ્પને જ્યોર્જિયામાં રિકાઉન્ટિંગમાં હરાવ્યા

0
19
Share
Share

વોશિંગ્ટન,તા.૨૧

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ને વધુ એક ઝાટકો લાગ્યો છે. અમેરિકાની ચૂંટણીમાં ગેરરીતિ થયાના આરોપો લગાવીને જોર્જિયામાં હાથ ધરવામાં આવેલી મતોની ફેરગણતરીમાં પણ જો બાઇડેનને જીત થઈ છે અને ટ્રમ્પનો પરાજય થયો છે. સ્થાનિક ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું કે બાઇડેન સામાન્ય અંતરથી ચૂંટણી જીતી ગયા છે.

જોકે ચૂંટણી પ્રક્રિયામાં સામાન્ય ખામી ધ્યાને જરૂરથી આવી છે. જ્યોર્જિયામાં બાઈડેન એકદમ પાતળી સરસાઈથી જીત્યા છે. આ સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓ પોકળ સાબિત થયા છે અને રિપબ્લિકન પાર્ટીના ગઢમાં બાઈડેને જીત મેળવીને ડંકો વગાડ્યો છે.

જોર્જિયાને રિપબ્લિકનનો ગઢ ગણવામાં આવે છે. માટે જ પરીણામ બાઇડેનના પક્ષમાં આવતા જ ડોનાલ્ડ ટ્રમ્પે તેને સ્વિકાર કરવાનો ઈનકાર કરી દીધો હતો. જોકે હવે લોકોએ રિપબ્લિકન ટ્રમ્પના સ્થાને ડેમોક્રેટ બાઇડેન પર પોતાની પસંદગી ઉતારી હોવાનું સાબિત થઈ ગયું છે. જોર્જિયાના સેક્રેટરી ઓફ સ્ટેટ બ્રાંડ રેફેંસપરએ કહ્યું  હતું કે, ઓડિટથી પુષ્ટિ થઇ ગઇ છે કે મશીન દ્વારા કરવામાં આવેલી ગણતરી સાચી હતી.

બ્રાંડ રેફેંસપર આગળ ઉમેર્યું હતું કે, બીજા રિપબ્લિકનની માફક હું પણ તે હારથી નિરાશ છું, પરંતુ મારું માનવું છું કે નંબર ખોટું બોલતા નથી. વોટોની જે સંખ્યા આજે અમને બતાવવામાં આવી છે, મને તેના પર વિશ્વાસ છે. તમને જણાવી દઇએ કે બ્રેંડ રેફેંસપર પોતાને ટ્રમ્પના સમર્થન ગણાવતા આવ્યા છે.

આ જીત સાથે જ બાઇડેન લગભગ ૩ દાયકા બાદ આ મહત્વપૂર્ણ રાજ્યમાં જીતનાર પહેલાં ડેમોક્રેટ બની ગયા છે. જોર્જિયામાં બાઇડેનએ ૧૪,૦૦૦થી વધુ મતોથી ચૂંટણી જીતી હતી. જોકે રિકાઉન્ટિંગમાં સામાન્ય ખામી સામે આવી. જેના લીધે તેમની જીતનું અંતર ૦.૫ ટકા રહી ગયું. એટલે તેમણે સામાન્ય અંતરથી જીત મેળવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here