અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણી ભારતીય મૂળની મેઘા રાજને બાઇડનના ચૂંટણી કેમ્પેનની ચીફ બનાવવામાં આવી

0
11
Share
Share

વોશિંગ્ટન,તા.૩૦

ભારતીય મૂળની અમેરિકન મેધા રાજને ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બાઇડનના ચૂંટણી કેમ્પેનમાં ડિજિટલ પ્રચારના ચીફ તરીકે જવાબદારી મળી છે. આ જવાબદારી એટલા માટે અગત્યની છે કારણ કે કોરોના વાયરસ મહામારીના કારણે આ વખતે પ્રચાર સંપૂર્ણ રીતે વર્ચ્યુઅલ થવાનો છે.

આ પહેલા મેધા રાજ પીટ બુટીગીગના ચૂંટણી પ્રચાર અભિયાન સાથે જોડાયેલી રહી છે. બુટીગીગે પણ બાઇડનને સમર્થન આપ્યું છે. સીએનએન ચેનલે આ સમાચાર સૌથી પહેલા દેખાડ્યા હતા. તેમનું કહેવું છે કે ક્લાર્ક હમ્ફ્રીને બાઇડનના અભિયાનના ડેપ્યુટી ડિજીટલ ડાયરેક્ટર બનાવવામા આવ્યા છે. તેમની જવાબદારી લોકો પાસેથી ફંડ એકત્ર કરવાની રહેશે. તેઓ ૨૦૧૬માં હિલેરી ક્લિંટનના ચૂંટણી પ્રચાર અભિયાનમાં કામ કરી ચૂક્યા છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here