અમેરિકા ચૂંટણીઃ ટ્રમ્પ ચૂંટણી હારશે તો ૨૮ વર્ષનો રેકોર્ડ તૂટશે

0
24
Share
Share

વૉશિંગ્ટન,તા.૧૭

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મોટાભાગની ચૂંટણી સર્વેક્ષણોમાં ડેમોક્રેટ ઉમેદવાર જો બિડેન કરતાં ઘણા પાછળ ચાલી રહ્યા છે. જો ડોનાલ્ડ ટ્રમ્પ ૩ નવેમ્બરની રાષ્ટ્રપતિની ચૂંટણી હારે છે તો ૨૮ વર્ષનો રેકોર્ડ તૂટી જશે.

જો આમ થયું તો તે ૧૯૯૨ માં જ્યોર્જ બુશ સિનિયર બાદ પહેલાં રાષ્ટ્રપતિ હશે, જેમને બીજો કાર્યકાળ નહીં મળી હોય. બુશ સિનિયર પણ રિપબ્લિકન હતા. સીનિયર બુશ એક ટર્મ બાદ ૧૯૯૨ની ચૂંટણી હારી ગયા હતા. ત્યારબાદ ડેમોક્રેટ બિલ ક્લિન્ટન, રિપબ્લિકન જ્યોર્જ બુશ અને ડેમોક્રેટ બરાક ઓબામા ૮-૮ વર્ષ રાષ્ટ્રપતિ રહ્યા છે. ટ્રમ્પે પોતાનો ચાર વર્ષનો કાર્યકાળ પૂરો કરી દીધો છે.

જો ૭૮ વર્ષના બિડેન ચૂંટણી જીતે છે તો ૩૨ વર્ષ જૂનો રેકોર્ડ ફરી સર્જાશે. મજાની વાત એ છે કે તે પણ જ્યોર્જ બુશ સિનિયરના રેકોર્ડને પુનરાવર્તિત કરશે. વાત એમ છે કે ૧૯૮૮માં રાષ્ટ્રપતિ બનતા પહેલા બુશ સિનિયર તેમના પૂર્વગામી રાષ્ટ્રપતિ રોનાલ્ડ રેગનના કાર્યકાળમાં આઠ વર્ષ માટે ઉપરાષ્ટ્રપતિ રહ્યા હતા. પછી અમેરિકન ચૂંટણીના ઇતિહાસમાં ૧૫૨ વર્ષ પછી એવું કારનામું થયું હતું કે કોઈ વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિ બન્યાના આઠ વર્ષ પછી રાષ્ટ્રપતિ બન્યા હોય. બિડેન પણ બરાક ઓબામાના શાસનમાં આઠ વર્ષ ઉપરાષ્ટ્રપતિ રહ્યા હતા.

જો બિડેન ૨૦૨૦ની ચૂંટણી જીતે છે તો તેમના દ્વારા ઉપરાષ્ટ્રપતિ પદ માટે નામાંકિત કમલા હેરિસ પણ ઇતિહાસ રચશે. કમલા હેરિસ અમેરિકન રાજકારણમાં આ તબક્કે પહોંચનાર ભારતીય મૂળની પ્રથમ મહિલા હશે. હેરિસ હાલમાં કેલિફોર્નિયાના સેનેટર પણ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here