અમારો હેતુ અમેરિકાને પડકાર આપવાનો કે તેને હટાવવાનો નથી, અમે શાંતિપુર્ણ સહ અસ્તિત્વ માટે તૈયાર છીએઃ વાંગ
બેઇજિંગ,તા.૨૨
ચીને સોમવારે અમેરિકાને કહ્યું કે તે ચીનની સત્તારૂઢ કોમ્યુનિસ્ટ પાર્ટી અને તેની રાજકીય સિસ્ટમને બદનામ ન કરે અને તાઇવાન, તિબેટ, હોંગકોંગ તથા શિનઝિયાંગમાં સક્રિય અલગતાવાદી શક્તિઓને સમર્થન ન આપે, ચીને આ અપીલ ચીન-અમેરિકા સંબંધ વિષય પર આયોજીત વાર્ષિક લેટિંગ ફોરમમાં વિદેશ પ્રધાન વાંગ યીએ કહ્યું કે બિડેન વહીવટીતંત્રએ પોતાના પુર્વવર્તી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તે કઠોર નિતીઓ પર વિચાર કરવો જોઇએ, જે તેમણે ચીનનાં વધતા પ્રભાવને નિયંત્રિત કરવા માટે અમલી બનાવી હતી.
વાંગે કહ્યું અમારો હેતુ અમેરિકાને પડકાર આપવાનો કે તેને હટાવવાનો નથી, અમે શાંતિપુર્ણ સહ અસ્તિત્વ માટે તૈયાર છિએ, અને અમેરિકા સાથે વિકાસ વહેંચવા માંગીએ છિએ, તેમણે કહ્યું આ પ્રકારે અમે આશા કરીએ છિએ કે અમેરિકા પણ ચીનનાં મુળભુત હિતો, રાષ્ટ્રિય પ્રતિષ્ઠા, અને વિકાસનાં અધિકારોનું સન્માન કરે, અમે અમેરિકાને સીપીસી તથા ચીનની રાજકિય સિસ્ટમને બદનામ નહીં કરવા, તેના વિરૂધ્ધ ખોટા શબ્દોનો ઉપયોગ ટાળવાની અપીલ કરીએ છિએ, ચીનનાં વિદેશ પ્રધાને કહ્યું કે તે સાથે જ અમે ઇચ્છિએ છિએ કે અમેરિકા તાઇવાનની આઝાદીની માંગ કરતી અલગતાવાદી શક્તિઓનું સમર્થન બંધ કરે, હોંગકોંગ, શિનઝિયાંગ અને તિબેટ સાથે સંબંધિત ચીનની આંતરિક બાબતોમાં તેની સંપ્રભુતા અને સુરક્ષાને ઓછું આકવાનું બંધ કરે.
તેમણે આશા વ્યક્ત કરી કે અમેરિકા તાત્કાલિકપણે તેની નિતીઓને સુધારશે, તે ચીનનાં સામાન પર લગાવેલા ટેક્સ, ચીનની કંપનીઓ, રિસર્ચ અને શૈક્ષણિક સંસ્થાઓ પર લગાવવામાં આવેલા અકતરફી પ્રતિબંધો હટાવશે, અને ચીન પર અકારણ દબાણ લાવવાનું બંધ કરશે, ચીન અને અમેરિકાનાં સંબંધ વર્તમાનમાં તંગ બન્યા છે, બંને દેશો વચ્ચે કોરોના વાયરસ રોગચાળાનાં ઉદભવ, દક્ષિણ ચીન સમુદ્રમાં અમેરિકાની વધી રહેલી પ્રવૃતિઓ અને માનવાધિકાર સહિતનાં મુદ્દાઓ અંગે તંગદીલી ચાલી રહી છે.