અમેરિકા આવતા મહિને ભારતને પી-૮આઇ વિમાનોનો જથ્થો સોંપશે

0
26
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૪

ભારત અને ચીનમાં તણાવની વચ્ચે અમેરિકા આવતા મહિને ડ્રેગનની સબમરીનનો શિકાર કરવા માટે ભારતને પોતાનો સૌથી મોટા ‘શિકારી’ આપવા જઇ રહ્યું છે. હિન્દ મહાસાગર અને અરબ સાગરમાં ચીની વૉરશીપ અને સબમરીનની વધતી ઘૂસપેઠની વચ્ચે અમેરિકા નવા બોઇંગ – P-8i વિમાનોનો જથ્થો ભારતને સોંપવા જઇ રહ્યું છે. આ વિમાન પહેલેથી ભારતીય નૌસેનામાં હાલના બેડામાં સામેલ હશે.

આ નવા P-8iવિમાનોને કેટલીય નવી ટેકનોલોજી અને હથિયારોથી લેસ કરાયા છે. આ વિમાનોને ભારતના પશ્ચિમી તટ પર ગોવામાં હંસા નેવલ બેઝ પર તૈનાત કરાશે. નિષ્ણાતોનું કહેવું છે કે આ વિમાનોના આવવાથી ભારત હિન્દ મહાસાગર અને અરબ સાગરમાં ચીની અને પાકિસ્તાની સબમરીન અને વૉરશીપનો સરળતાથી ખાત્મો કરી શકશે. ભારતની પાસે પહેલેથી જ ૮ P-8i વિમાન હાજર છે જેને તામિલનાડુના અરક્કોનમમાં તૈનાત કરાયા છે. અત્યાધુનિક રડારથી લેસ આ વિમાન જરૂરિયાત પડવા પર ચીની સરહદ પર લદ્દાખ અને પૂર્વોત્તરમાં પણ મોકલ્યા છે.

અમેરિકાની ચર્ચિત કંપની બોઇંગની તરફથી બનાવામાં આવેલા આ વિમાનોમાં ચાલક દળના ત્રણ સભ્ય અને એક નોસૈનિક વિશેષજ્ઞ સામેલ થયા છે. આ વિમાનોને સબમરીનનો શિકાર કરવા માટે માર્ક-૫૪ તારપીડો, માર્ક-૮૪ ડેપ્થ ચાર્જ અને ઘાતક બોમ્બથી લેસ કરાયા છે. આ સિવાય આ વિમાનમાં એજીએમ-૮૪ હાર્પૂન એન્ટી શિપ મિસાઇલો પણ લગાવામાં આવી છે. P-8i ને કેરિયર બેટલ ગ્રૂપની સુરક્ષા માટે પણ તૈનાત કરી શકાય છે.

P-8iમાં મેગનેટિક અનોમલી ડિટેકશન સિસ્ટમ (મેડ) લગાવી છે જે પાણીની અંદર છુપાયેલી સબમરીનને શોધી કાઢે છે. આ સિવાય P-8 માં એવા રડાર લાગેલા છે જે લાંબા અંતર સુધી નજર રાખવા અને જાસૂસી કરવામાં સક્ષમ છે. આ વિમાનની સ્પીડ ૭૮૯ કિમી પ્રતિકલાકની છે અને ઓપરેશનલ રેન્જ ૧૨૦૦ માઇલની છે. આ અંદાજે ૪૦૦૦૦ ફૂટની ઊંચાઇ પર ઉડાન ભરે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here