અમેરિકા અને બ્રિટનની ના છતાં ચીનની અવળચંડાઇ

0
10
Share
Share

ચીને વિવાદિત હોંગકોંગ સુરક્ષા કાયદાને આપી મંજૂરી,૧ જુલાઈથી થઇ શકે લાગુ

આ કાયદાથી વૈશ્વિક આર્થિક કેન્દ્રોમાં ગણના પામતા હોંગકોંગની સ્વાયત્તતામાં ઘટાડો થશે

બેઇજિંગ,તા.૩૦

ચીનની સંસદે મંગળવારે હૉંગકૉંગ માટે રાષ્ટ્રીય સુરક્ષા કાયદો પસાર કરી દીધો છે અને આ લગભગ ત્રીસ વર્ષ પહેલાં ચીની શાસનમાં પરત ફરેલા હૉંગકૉંગ માટે આ એક મોટું મૌલિક પરિવર્તન માનવામાં આવી રહ્યું છે.

ચીનની નૅશનલ પીપલ્સ કૉંગ્રેસની સ્થાયી સમિતિએ સર્વસંમતિથી આ કાયદો પસાર કરી દીધો. આ બદલાવને અમેરિકા, બ્રિટન અને અન્ય પશ્ચિમી દેશોની સરકારો સાથે ઘર્ષણના રસ્તે ચીનનું એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. આનાથી વૈશ્વિક આર્થિક કેન્દ્રોમાં ગણના પામતા હૉંગકૉંગની સ્વાયત્તતામાં ઘટાડો થશે.

જોકે, આ કાયદાની રૂપરેખા હજુ સુધી પ્રકાશિત થઈ નથી. ચીનનું કહેવું છે કે આ કાનૂન આતંકવાદ, અલગતાવાદ અને તેના વિદેશી તાકાતો સાથે મેળાપીપણાને પહોંચી વળવા માટે બનાવવામાં આવ્યો છે.

આ કાયદા પર ચર્ચા શરૂ થયા પછી દેશમાં લોકતંત્રના સમર્થનમાં હૉંગકૉંગમાં અનેક વાર હિંસક પ્રદર્શનો થયા છે.

બ્રિટનના હાથમાંથી જ્યારે હૉંગકૉંગની સત્તા ચીનને ૧૯૯૭માં સોંપાઈ હતી ત્યારે કેટલાક કાયદા બનાવવામાં આવ્યા હતા જે હેઠળ હૉંગકૉંગને કેટલીક ખાસ પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવી હતી જે ચીનમાં લોકો પાસે નથી.

પાછલા મહિને જ ચીનને ઘોષણા કરી હતી કે તે આ કાયદો લાગુ કરશે. આ કાયદા પ્રમાણે જે લોકો વિદેશી તાકાતોની મદદથી હૉંગકૉંગમાં અલગતા, તોડફોડ અથવા આતંકવાદ જેવી ગતિવિધિઓમાં સક્રિય ઠેરવાશે તો એમના પર ગુનાહિત કલમો લગાવીને એમને દંડિત કરી શકાશે.

ટીકાકારોનું કહેવું છે કે આ નવો કાયદો હૉંગકૉંગની ઓળખ માટે એક મોટું જોખમ છે. તેમણે ચેતવણી આપી છે કે આ કાયદો હૉંગકૉંગની ન્યાયિક સ્વતંત્રતાને નબળી કરી નાખશે અને શહેરની એ સ્વતંત્રતાને નષ્ટ કરી દેશે જે ચીનમાં રહેનારા લોકોને ઉપલબ્ધ નથી.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here