અમેરિકામાં ૨૪ કલાકમાં રેકોર્ડબ્રેક ૪૧ હજાર પોઝિટિવ કેસ નોંધાયા

0
12
Share
Share

ન્યૂયોર્ક,તા.૩૦

વિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં ૧ કરોડ ૪ લાખ ૨૬ હજાર કેસ નોંધાયા છે. જેમાં ૫ લાખ ૮ હજાર ૫૨૦ લોકોના મોત થયા છે. ૫૬ લાખ ૮૨ હજાર લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

અમેરિકામાં ૨૬ લાખ ૮૧ હજાર ૮૧૧ કેસ નોંધાયા છે. ૧ લાખ ૨૮ હજાર ૭૮૩ લોકોના મોત થયા છે. ૧૧ લાખ ૧૭ હજાર લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકામાં ૨૪ કલાકમાં ૪૧ હજાર ૫૮૬ કેસ નોંધાયા છે અને ૩૩૮ લોકોના મોત થયા છે. સંક્રમણના કેસ વધતા ઘણા રાજ્યોને ખોલવાની યોજનાને અટકાવી દેવાઈ છે. જેમા કેલિફોર્નિયા સામેલ છે.

બ્રિટનના લીસેસ્ટર શહેરમાં લોકડાઉન લગાવાયું છે. સરકારી આંકડાં મુજબ સાત દિવસમાં અહીં કેસ વધી રહ્યા છે. આ દરમિયાન એક લાખ લોકોમાં ૧૩૫ લોકો સંક્રમિત થયા છે.

સંયુક્ત અરબ અમીરાતમાં ૧ જુલાઈથી ધાર્મિક સ્થળો ખોલાશે. અહીં સંક્રમિતોની સંખ્યા ૪૮ હજારથી વધારે થઈ ગઈ છે. ૩૧૪ લોકોના મોત થયા છે. જે યાત્રીઓનો રિપોર્ટ ૪૮ કલાક પહેલા નેગેટિવ આવ્યો છે તેઓને અહીં આવવાની પરવાનગી અપાશે.

બ્રાઝીલમાં ૧૩ લાખ ૭૦ હજાર ૪૮૮ કેસ નોંધાયા છે. ૫૮ હજાર ૩૮૫ લોકોના મોત થયા છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here