કેસ સંખ્યા ૨૬૩૭૦૭૭ થઇ : મોતનો આંક ૧૨૮૪૩૭
સુપરપાવર અમેરિકા પણ કોરોના સામે લાચાર
વોશિગ્ટન,તા. ૨૯
અમેરિકામાં કોરોના વાયરસનો આંતક જારી રહ્યો છે. સુપરપાવર અમેરિકાને પણ કેસો અને મોતના આંકડા પર બ્રેક મુકવામાં સફળતા મળી રહી નથી. કેસોની સંખ્યામાં દરરોજ હજારોનો વધારો થઇ રહ્યો છે. આવી જ રીતે મોતનો આંકડો પણ સરેરાશ ૭૦૦ વધી રહ્યો છે. અમેરિકામાં હવે મોતનો આંકડો વધીને ૧૨૮૪૩૭ સુધી પહોંચી ગયો છે. આવી જ રીતે કેસોની સંખ્યામાં વધારો થતા આંકડો હવે ૨૬૩૭૦૭૭ સુધી પહોંચી ગયો છે. સ્થિતી હજુ બેકાબુ બનેલી છે. રિક્વર થયેલા લોકોની સંખ્યા નિયમિત રીતે ચોક્કસપણે વધી રહી છે. જો કે કેસોમાં પણ ચિંતાજનક વધારો જારી રહ્યો છે. અમેરિકામાં એક્ટિવ કેસોની સંખ્યા ૪૧૮૫૯૫૪ સુધી પહોંચી ગઇ છે. ગંભીર દર્દીઓની સંખ્યા પણ ખુબ મોટી રહેલી છે. મોતનો આંકડો રોકેટ ગતિથી વધી રહ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્ર પર શરૂઆતમાં લાપરવાહી રાખવાનો આરોપ થઇ રહ્યો છે. જેના કારણે લોકોમાં તેમની પ્રતિષ્ઠાને નુકસાન થયુ છે. જો કે અમેરિકામાં સ્થિતીને સામાન્ય બનાવવા માટે તમામ પગલા લેવાઇ રહ્યા છે. ગંભીર કેસોની સંખ્યાને મોતના આંકડામાં વધારો થઇ શકે છે. અમેરિકામાં સ્થિતી હજુ બેકાબુ બનેલી છે.સ્થિતીને હળવી કરવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવા છતાં કોરોના પર અંકુશ મુકવામાં સફળતા મળી રહી નથી.દરરોજ હજારોની સંખ્યામાં કેસોમાં વધારો થઇ રહ્યો છે. અમેરિકામાં કોરોને લઇને સ્થિતી હજુ બેકાબુ બનેલી છે. તંત્ર દ્વારા તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસોની સંખ્યામાં વધારો થયો છે. પ્રતિ લાખ કેસ અને મોતના આંકડામાં પણ સતત વધારો થઇ રહ્યો છે. અમેરિકામાં ટેસ્ટિંગની વાત કરવામાં આવે તો હજુ સુધી ૩૨૫૯૨૩૬૮ કરવામાં આવ્યા છે. પ્રતિ લાખ ટેસ્ટની વાત કરવામાં આવે તો આ સંખ્યા ૯૮૪૬૯ રહી છે. સુપર પાવર અમેરિકામાં કેસોની સંખ્યામાં રેકોર્ડ વધારો થતા આરોગ્ય નિષ્ણાંતો પણ ચિૅંતાતુર બનેલા છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સ્થિતીને હળવી કરવાના પ્રયાસ કરી રહ્યા છે. વધુને વધુ લોકોને રાહત આપવા વિચારી રહ્યા છે. ગેભીર કેસોની સંખ્યા વધારી હોવાના કારણે મોતનો આંકડો ખુબ ઉપર પહોંચી શકે છે.અમેરિકામાં હાલત હાલમાં ખરાબ રહે તેવી શક્યતા છે. સુપરપાવર અમેરિકામાં જે રીતે કેસો વધી રહ્યા છે તે જોતા વિશ્વના અન્ય દેશો પરેશાન થયેલા છે. અમેરિકી તંત્રના તમામ પગલા બિન અસરકારક સાબિત થઇ રહ્યા છે.
અમેરિકામાં જનજીવનને સામાન્ય બનાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ખતરનાક સાબિત થયેલા કોરોના વાયરસની સ્થિતીને હાથ ધરવામાં નિષ્ફળતા બદલ ટ્રમ્પ તંત્રની દુનિયામાં વ્યાપક ટિકા થઇ રહી છે.
અમેરિકામાં સ્થિતી…..
કુલ કેસોની સંખ્યા ૨૬૩૭૦૭૭
કુલ મોતનો આંકડો ૧૨૮૪૩૭
કુલ રિક્વર ૧૦૯૩૪૫૬
કુલ ગંભીર કેસો ૧૫૮૨૫
પ્રતિ લાખ કેસ ૭૯૬૭
પ્રતિ લાખ મોત ૩૮૮