અમેરિકામાં સ્થિતી વણસી

0
92
Share
Share

છેલ્લા ૨૪ કલાકમાં ૪૭ હજાર નવા કેસો સપાટીએ

અમેરિકામાં કુલ કેસની સંખ્યા વધીને ૨૭૨૭૯૬૬ થઇ

વોશિગ્ટન,તા. ૧

અમેરિકામાં કોરોના વાયરસનો આંતક જારી રહ્યો છે. કોરોનાના કારણે સ્થિતી વધારે વણસી ગઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪૭ હજારથી વધારે નવા કેસો સપાટી પર આવ્યા છે. આની સાથે જ કેસોની સંખ્યા વધીને ૨૭૯૯૬ સુધી પહોંચી ગઇ છે. જ્યારે મોતનો આંકડો વધીને હવે ૧૩૦૧૨૩ સુધી પહોંચી ગયો છે. અમેરિકામાં સ્થિતી વધારે વણસી રહી છે. ન્યુયોર્કમાં સ્થિતી સુધરી રહી છે પરંતુ અન્યત્ર સ્થિતી વધારે ખરાબ થઇ છે.  સુપર પાવર અમેરિકામાં કેસોની સંખ્યામાં રેકોર્ડ વધારો થતા આરોગ્ય નિષ્ણાંતો પણ ચિૅંતાતુર બનેલા છે.  અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સ્થિતીને હળવી કરવાના પ્રયાસ કરી રહ્યા છે. વધુને વધુ લોકોને રાહત આપવા વિચારી રહ્યા છે. ગેભીર કેસોની સંખ્યા વધારી હોવાના કારણે મોતનો આંકડો ખુબ ઉપર પહોંચી શકે છે.અમેરિકામાં હાલત હાલમાં ખરાબ રહે તેવી શક્યતા છે. સુપરપાવર અમેરિકામાં જે રીતે કેસો વધી રહ્યા છે તે જોતા વિશ્વના અન્ય દેશો પરેશાન થયેલા છે. અમેરિકી તંત્રના તમામ પગલા બિન અસરકારક સાબિત થઇ રહ્યા છે.  અમેરિકામાં જનજીવનને સામાન્ય બનાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ખતરનાક સાબિત થયેલા કોરોના વાયરસની સ્થિતીને હાથ ધરવામાં નિષ્ફળતા બદલ ટ્રમ્પ તંત્રની દુનિયામાં વ્યાપક ટિકા થઇ રહી છે. સુપરપાવર અમેરિકાને પણ કેસો અને મોતના આંકડા પર બ્રેક મુકવામાં સફળતા મળી રહી નથી. કેસોની સંખ્યામાં દરરોજ હજારોનો વધારો થઇ રહ્યો છે.સ્થિતી હજુ બેકાબુ બનેલી છે. રિક્વર થયેલા લોકોની સંખ્યા નિયમિત રીતે ચોક્કસપણે વધી રહી છે. જો કે કેસોમાં પણ ચિંતાજનક વધારો જારી રહ્યો  છે. વિશ્વમાં સૌથી વધારે પ્રભાવિત દેશોંમાં અમેરિકામાં છે. જ્યારિક્વર થયેલા લોકોની સંખ્યા ૧૧૪૩૪૯૦  રહી છે. અમેરિકામાં એક્ટિવ કેસોની સંખ્યાની વાત કરવામાં આવે તો આ સંખ્યા ૧૪૫૪૩૮૩ નોંધાઇ છે. જ્યારે ગંભાીર લોકોની સંખ્યા પણ ખુબ મોટી રહેલી છે. આ તમામ આંકડા ખતરનાક સ્થિતીનો સંકેત આપે છે. વિશ્વમાં ગંભીર રહેલા લોકોની સંખ્યા હાલમાં ૫૭૮૪૨ રહેલી છે. અમેરિકામાં સૌથી વધારે પ્રભાવિત ન્યુયોર્કમાં પહેલા દરરોજ ૧૦૦૦થી વધારે લોકોના મોત થઇ રહ્યા હતા. જો કે હવે સ્થિતી સુધરી રહી છે. અમેરિકામાં પ્રતિ લાખ કેસોની સંખ્યા ૮૨૪૨ રહેલી છે. જ્યારે આવી જ રીતે મોતનો આંકડો ૩૯૩ રહેલો છે. અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્રની વ્યાપક નિંદા ચારેબાજુ થઇ રહી છે. લોકો પણ ફફડાટમાં છે.

અમેરિકામાં સ્થિતી…..

કુલ કેસોની સંખ્યા      ૨૭૨૭૯૯૬

કુલ મોતનો આંકડો     ૧૩૦૧૨૩

કુલ રિક્વર     ૧૧૪૩૪૯૦

કુલ ગંભીર કેસો ૧૫૯૩૫

પ્રતિ લાખ કેસ  ૮૨૪૨

પ્રતિ  લાખ મોત        ૩૯૩

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here