અમેરિકામાં મિંક નામના પ્રાણીમાં કોરોના વાયરસનો ચેપ જોવા મળતા ફફડાટ

0
23
Share
Share

વોશિંગ્ટન,તા.૧૮

અમેરિકામાં પહેલીવાર મિંક નામના પ્રાણીમાં કોરોના વાયરસનો ચેપ જોવા મળતા ફફડાટ ફેલાઇ ગયો છે. અગાઉ, યુરોપના દેશોમાં મિંકમાં ઇન્ફેક્શનનો કેસ સામે આવ્યો છે. મિંકમાં કોરોના સંક્રમણ ઉહાટના બે ફાર્મ્સમાં મળ્યા છે. યુ.એસ.ના કૃષિ વિભાગે બંને ફાર્મ્સને બંધ કરી દીધા છે. કારણ કે અહીં મિંક ખૂબ જ ઝડપથી મરી રહ્યા હતા.

ઉહાટના આ ફાર્મ્સમાં કામ કરનાર કેટલાંક કર્મચારીઓને પણ કોરોના થયો છે. સંક્રમિત વ્યક્તિમાંથી પ્રાણીમાં તો કોરોના ફેલાવાનો કેસ સામે આવ્યો છે. પરંતુ મિંકથી માણસને કોરોના સંક્રમણ થયું હોય તેવો કોઇ કેસ સામે આવ્યો નથી.

ચાઇના ગ્લોબલ ટેલિવિઝન નેટવર્કના સમાચાર મુજબ ઉહાટ પ્રાંતના પ્રાણીઓના ડૉ.ડીન ટેલરે કહ્યું કે બંને ફાર્મ્સ ક્વારેન્ટાઇન કરી દીધા છે. ઉહાટ પ્રાંત અમેરિકાનું સૌથી મોટું મિંક બ્રીડર છે. આથી આ જીવોને બચાવવા ખૂબ જ જરૂરી છે.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે કોરોના વાયરસ પહેલાં ચામાચીડિયાથી વ્યક્તિમાં આવ્યા. પછી તેણે કૂતરા અને બિલાડીને સંક્રમિત કર્યા. નેધરલેન્ડસ, ડેન્માર્ક, સ્પેનમાં મિંકમાં કોરોના સંક્રમણ થયું છે. પરંતુ સમજાતું નથી કે અમેરિકામાં કેવી રીતે આ જીવ સંક્રમિત થયો.

નેધરલેન્ડસમાં ૧૦ લાખથી વધુ મિંકને મારી નાંખ્યા હતા, જેથી કરીને કોરોના વાયરસનું સંક્રમણ વધુ ના ફેલાય. જો કે હજુ સુધી ઉહાટમાં મિંકને મારવાનો કોઇ પ્લાન બનાવ્યો નથી.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here