૨૪૦ વર્ષ પહેલા અમેરિકા પહોંચેલા શખ્સના વિસ્તારની પુત્રી અમેરિકાની નાયબ પ્રમુખ બની રહી છે. ભારતીય પ્રવાસીઓનો ઇતિહાસ હમેંશા ખુબ રોમાંચક રહ્યો છે. આ ભારતીય પ્રવાસીઓ અમેરિકામાં અનેક ટોપના હોદ્દા પર પહોંચી ગયા છે. કમલા હેરિસ અમેરિકાના નાયબ પ્રમુખ બન્યા છે. દુનિયાના કોઇ પણ વિસ્તારમાં કોઇને કોઇ ભારતીય આપને મળી શકેછે. વિદેશ મંત્રાલયના આંકડા કહે છે કે આ સમયમાં દુનિયાના દેશોમાં ભારતના આશરે ૧.૩૪ કરોડ લોકો રહે છે. આ ભારતીયોમાં હવે કમલા હેરિસનુ નામ સૌથી ઉપર રહ્યુ છે. જે આજે અમેરિકાના નાયબ પ્રમુખ બનવા જઇ રહી છે. વર્ષ ૧૯૭૦માં મદ્રાસ જેને હવે ચેન્નાઇ તરીકે ઓળખવામાં આવે છે તે વિસ્તારનો શખ્સ અમેરિકા પહોંચ્યોહતો. તે એજ વિસ્તારનો નિવાસી હતો જ્યાં શ્યામલા ગોપીલનના પરિવારના સભ્યો રહેતા હતા. તેઓ કમલા હેરિસના માતા છે. આ ગાળા દરમિયાન ભારતીય પ્રવાસીઓનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. તેમને નાગરિકતા આપીને પરત લઇ લેવામાં આવી હતી. ત્યારબાદ પણ તેમને પોતાના અધિકાર હાંસલ કર્યાહતા. નોબેલ પણ જીત્યાહતા. આ રીતે તે સૌથી વધારે શિક્ષણ મેળવનાર અને સૌથી વધારે પૈસા કમાવનાર વર્ગ તરીકે બની જતા તેની મોટી સફળતા રહી છે. હવે ભારતીય પ્રવાસીઓ અમેરિકામાં વસ્તીમાં એક ટકાનો હિસ્સો ધરાવેછે. અમેરિકા જતા ભારતીયોની પ્રથમ લહેરમાં શિખ સમુદાયના લોકો સૌથી વધારે હતા. આ લોકો અગાઉની સદીમાં કેનેડા થઇને અમેરિકા પહોંચી ગયા હતા. ત્યાં તેઓ ખેતી અને લાકડાના કામોમાં કામ કરતાહતા. બીજા એશિયન દેશોની જેમ આ લોકોને વંશીય ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. ૧૯૧૭માં ઇમિગ્રેશન એક્ટ હેઠળ એશિયનો પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યા હતા. વર્ષ ૧૯૬૦માં અમેરિકામાં સિવિલ રાઇટ્સ મુવમેન્ટ ચાલ્યા બાદ ૧૯૬૫માં ઇમિગ્રેશન વ્યવસ્થા ખતમ કરી દેવામાં આવી હતી. જેમાં પડોશી દેશોને બાદ કરતા અન્ય તમામ દેશો માટે ૨૦ હજારના વાર્ષિક ક્વોટા કરવામાં આવ્યાહતા. વર્તમાન સમયમાં આશરે ૩૧.૮૦ લાખ ભારતીય મુળના લોકો અમેરિકામાં છે. ૩૧ ટકા અમેરિકીઓની તુલનામાં ૭૨ ટકા ભારતીયોની પાસે ગ્રેજુએેશન અથવા તો તેનાથી મોટી ડિગ્રી છે. ભારતીયોની વાર્ષિક સામાન્ય સરેરાશ આવક એક લાખ ડોલર અથવા તો ૭૩ લાખ રૂપિયા છે. જે અમેરિકી પરિવાર કરતા બે ગણી છે. ભારતીય અમેરિકી સિલિકોન વેલીની ડ્રાઇવિંગ ફોર્સ છે. ગુગલના સીઇઓ સુન્દરપિચાઇ, માઇક્રો સોફ્ટમાં સત્ય નાડેલા અને આઇબીએમમાં અરવિન્દ કૃષ્ણ હેડ તરીકેછે. ટેક સેક્ટરમાં વિનોદખોસલા સૌથી મોટા નામ તરીકે છે. એક અંદાજ મુજબ સિલિકોન વેલીમાં બે લાખ ભારતીયો કામ કરે છે. આ ઉપરાંત પાંચ ભારતીય અમેરિકી લોકો પુલિત્ઝર પુરસ્કાર જીતી ચુક્યા છે. ભારતીયોએ લો ફિલ્ડમાં પણ પ્રભુત્વ જમાવ્યુ છે. આજે સમગ્ર અમેરિકામાં કમલા હેરિસની ચર્ચા જોવા મળી રહી છે. કમલા હેરિસ હવે નાયબ પ્રમુખ બની ગયા છે. આની સાથે જ એેક નવા ઇતિહાસ રચાયો છે. કમલા હેરિસ અમેરિકન રાજકારણી તરીકે ઘણા વર્ષોથી રહ્યા છે. વર્ષ ૨૦૧૭થી લઇને ૨૦૨૧ સુધી કમલા હેરિસ કેલિફોર્નિયામાંથી અમેરિકાના સેનેટર તરીકે રહ્યા છે. ડેમોક્રેટિક પાર્ટીના નેતા કમલા હેરિસ હવે ઉપ પ્રમુખ બન્યા છે. ૨૦મી ઓક્ટોબર ૧૯૬૪ના દિવસે તેમનો જન્મ થયો હતો. જ્ન્મસ્થળ તરીકે ઓકલેન્ડ છે. તેમના બે બાળકો પણ છે. તેઓ કેલિફોર્નિયા યુનિવર્સટીમાં શિક્ષણ મેળવી ચુક્યાછે. હાવર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ મેળવી ચુક્યા છે. કમલા હેરિસ અનેક ક્ષેત્રોમાં ઉલ્લેખનીય સેવા કરી ચુક્યાછે. અમેરિકામાં પહોંચેલા ભારતીય મુળના લોકો જે રીતે એક પછી એક સિદ્દી હાંસલ કરી રહ્યા છે તેના કારણે તમામ લોકો ગર્વ અનુભવ કરી રહ્યા છે. હવે કમલા હેરિસ નાયબ પ્રમુખ બન્યા છે. કોવિડ-૧૯માં મૃત્યુ પામેલા લોકોને કમલા હેરિસે શ્રદ્ધાંજલિ આપી છે. અમેરિકામાં કોરોનાના કારણે ચાર લાખ લોકોના મોત થયા છે. અમેરિકાને વધારે ઉંચાઇ પર લઇ જવા ભારતીય લોકો સતત મહેનત કરી રહ્યા છે. તેમની મહેનત રંગ પણ લાવી રહી છે. બાઇડનની ટીમ હવે અમેરિકામાં શાસનમાં આવી ચુકી છે.