અમેરિકામાં ટીક ટોક પર બેન

0
31
Share
Share

ચીન સામે અમેરિકાની મોટી કાર્યવાહી કરાઇ
ભારત બાદ અમેરિકામાં ટીક ટોક ઉપર પ્રતિબંધનો નિર્ણય
વોશિગ્ટન,તા.૧
ભારતે ટીક ટોક પર પ્રતિબંધ મુકી દીધા બાદ હવે અમેરિકાએ પણ પ્રતિબંધ મુકવાનો નિર્ણય કર્યો છે. અમેરિકા દ્વારા ચીન સામે હવે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ચીનની સામે અમેરિકા પણ એક પછી એક પગલા લઇ રહ્યુ છે. આ દિશામાં ટિક ટોક પર પ્રતિબંધ મુકવાની બાબતને ઉપયોગી ગણવામાં આવે છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે પ્રતિબંધ લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યોછે. ટ્રમ્પના આ નિર્ણયને ખુબ સાહસી નિર્ણય તરીકે ગણવામાં આવે છે. ચીનની સાથે અમેરિકાના સંબંધ પણ ખરાબ થઇ રહ્યા છે. તેની સામે લાગી રહેલા જાસુસીના આરોસર અમેરિકાએ આ નિર્ણય કર્યો છે. ભારતે પહેલા જ ટિક ટોક પર પ્રતિબંધ મુકી દીધો છે અમેરિકામાં ચીની વિડિયો શેયરિંગ મોબાઇલ એપ ટિક ટોક પર પ્રતિબંધ લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આના માટે ટુંક સમયમાં જ કાર્યકારી આદેશ લાગુ કરવામાં આવનાર છે. એવા હેવાલ પણ આવી રહ્યા છે કે અગ્રણી ટેક કંપની માઇક્રોસોફ્ટ આને અમેરિકામાં ઓપરેશનને ખરીદી શકે છે. ભારતમાં બે વખતમાં કુલ ૧૦૬ ચીની એપ પર પ્રતિબંધ મુકવામાં આવી ચુક્યા છે. ટ્રમ્પના નિર્ણય અંગે એફ-૧ દ્વારા કહેવામાં આવ્યુ છે કે જ્યાં સુધી ટિક ટોકની વાત છે તેના પર પ્રતિબંધ લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પહેલા ટ્રમ્પે કહ્યુહતુ કે અમે કેટલીક અન્ય ચીજો કરી શકીએ છીએ. કેટલાક વિકલ્પ રહેલા છે. ટિક ટોકને લઇને કેટલાક વિકલ્પ પર ચર્ચા કરવામાં આવી ચુકી છે. આ બાબતની પણ ચર્ચા છે કે ટીક ટોકના અમેરિકામાં ઓપરેશનને માઇક્રોસોફ્ટ ખરીદી શકે છે. માઇક્રોસોફ્ટની આ દિશામાં વાતચીત ચાલી રહી છે. અબજો ે ડોલરની ડીલ સોમવારના દિવસે થાય તેવી શક્યતા દેખાઇ રહી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here