અમેરિકામાં કોરોના વિસ્ફોટઃ ૧૦ દિવસમાં ૧૦ લાખ, ન્યૂયોર્કમાં ફરી લોકડાઉન લાગુ

0
21
Share
Share

ન્યૂયોર્ક,તા.૧૨

ન્યુયોર્કમાં ફરી લોકડાઉન લગાવવામાં આવ્યું છે. ન્યુ યોર્ક ગવર્નર એન્ડ્ર્યુ ક્યૂમોએ આદેશ જાહેર કરતા તમામ બાર અને રેસ્ટોરન્ટ્‌સને શુક્રવારે રાત્રે ૧૦ વાગ્યાથી તત્કાલીન સંજોગોને ધ્યાનમાં રાખીને બંધ કરવાના આદેશ આપ્યા છે. યુએસમાં હાલ કોરોનાની બીજી લહેરને લીધે કોરોના પોઝિટિવ કેસ સતત વધી રહ્યા છે. જોકે ડેથ રેટ અને હોસ્પિટલાઇઝેશન રેટ સ્થિર રહ્યો હતો.

સાથે જ, તેમણે સ્થાનિક ખાનગી રહેણાંકોમાં પણ એકઠાં થવા પર પણ મર્યાદા લાગુ કરી દીધી છે. હવે ૧૦ થી વધુ લોકો એકઠા નહિ થઇ શકે. તેમજ જણાવ્યું છે કે જો કેસ આ જ રીતે વધતા રહ્યા તો રેસ્ટોરન્ટ્‌સની મર્યાદા પણ ઘટાડી શકે છે.

સ્ટેટવાઈઝ કોરોના રેટ વધીને ૨.૯% થયો છે જે છેલ્લા કેટલાંક મહિનાથી સૌથી વધુ રહ્યો છે જયારે રાજ્યના કેટલાંક વિસ્તારોમાં મૃત્યુદર પણ વધી રહ્યો છે. ન્યુ યોર્ક શહેરમાં સંક્રમણનો દર વધવા છતાં મૃત્યુઆંક સ્થિર છે.

સમગ્ર દેશમાં ટ્રેન્ડ જોવા મળ્યો છે કે યુએસમાં રેકોર્ડ બ્રેક લોકો સંક્રમણના શિકાર થઇ રહ્યા છે અને હોસ્પિટલમાં દાખલ કરવા પડી રહ્યા છે. હાલ, મહામારીને કારણે ૬૨ હજાર અમેરિકન્સ સારવાર લઇ રહ્યા છે.

કોવિડ ટ્રેકિંગ પ્રોજેક્ટ હેઠળ મળેલા આંકડા પર નજર કરીયે તો મંગળવારના રોજ દેશભરમાં ૬૧૯૬૪ જેટલા લોકોને કોરોનાની સારવાર કરવામાં આવી હતી.

જોકે, બુધવારે ગવર્નર ક્યૂમોએ જણાવ્યું છે કે દેશભરમાં જે લોકો આદેશનું પાલન નહિ કરે તો કાયદેસરકાર્યવાહી માટે સમન્સ પાઠવવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે પૈસા જાય તો દુઃખ થાય પણ તે ફરી કમાઈ શકાય છે. પરંતુ, સ્વજન ચાલ્યા જાય તો તે પાછા નથી મેળવી શકાતા. જો બાર રેસ્ટોરન્ટ્‌સમાં લાઇટ્‌સ ચાલુ રહેશે અને લોકો પીતા રહેશે તો તેમને સમન્સ પાઠવવામાં આવશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here