અમેરિકામાં કોરોનાનો હાહાકારઃ મૃત્યુઆંક ૫ લાખએ પહોંચ્યો

0
16
Share
Share

વોશિંગ્ટન,તા.૨૨

કોરોના વાયરસ મહામારીનો માર ઝીલી રહેલ અમેરિકામાં મોતનો આંકડો ભયાનક થઇ રહ્યો છે. રવિવારના રોજ અમેરિકામાં કોરોનાથી મરનારાઓની સંખ્યા પાંચ લાખની નજીક ૪,૯૮,૦૦૦ પર પહોંચી ગઇ છે. આ આંકડો જૉન હોપકિંસ યુનિવર્સિટીની તરફથી એકત્ર કરાયો છે. મૃતકોની સંખ્યા કેંસાસ, મિસૂરી, અને એટલાન્ટાની વસતી બરાબર છે.

આ આંકડામાં વર્ષ ૨૦૧૯માં શ્વાસ સંબંધિત તકલીફો, સ્ટ્રોક, અલ્જાઇમર, ફ્લૂ અને ન્યુમોનિયા જેવી બીમારીઓથી મૃતકોની સંખ્યાનો પણ આંકડો સામેલ છે.

અમેરિકાના ટોચના ડૉકટર્સ ડૉ.એન્થની ફાઉસીએ કહ્યું કે અમેરિકામાં છેલ્લાં ૧૦૨ વર્ષમાં કયારેય આવું બન્યું નથી. ૧૯૧૮ની સાલમાં આવેલી મહામારીમાં પણ લોકોના જીવ ગયા હતા પરંતુ આ દોર ખૂબ જ ભયાનક છે. ૧૯ જાન્યુઆરીના રોજ અમેરિકામાં કોરોનાથી મૃતકોની સંખ્યા ચાર લાખ થઇ ગઇ હતી. અમેરિકાના હેલ્થ એક્સપટ્‌ર્સનું માનવું છે કે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં કોરોનાની વિરૂદ્ધ સાચી લડાઇ લડી શકયા નહીં. કોરોનાના કેસ વધવાના કારણોમાં પણ આ એક મુખ્ય કારણ છે.

એક એજન્સીના મતે અમેરિકામાં કોરોનાથી સૌથી પહેલાં મોતના કેસ ફેબ્રુઆરી ૨૦૨૦માં સામે આવ્યા હતા. આ મોત સેંટા ક્લારા, કાઉન્ટી અને કેલિફોર્નિયામાં થયા હતા. ચાર મહિનામાં મોતનો આંકડો એક લાખ થઇ ગયો હતો. સપ્ટેમ્બરમાં અહીં કોરોનાથી મૃતકોની સંખ્યા બે લાખ થઇ ગઇ હતી. ડિસેમ્બરમાં ત્રણ લાખ અને એના પછીના બે મહિનામાં આ આંકડો ત્રણ લાખથી ચાર લાખ થઇ ગયો અને પછી આંકડો પાંચ લાખ સુધી પહોંચી ગયો.

જૉન હોપિકિંસના મતે વિશ્વભરમાં કોરોનાથી મૃતકોની સંખ્યા ૨.૫ મિલિયનની તરફ વધી રહી છે. આ આંકડો સરકારોની તરફથી અપાતા ડેટાના આધાર પર તૈયાર કરાયા છે જ્યારે જાણકારોનું માનવું છે કે સંખ્યા આનાથી વધુ હોઇ શકે છે. એમ પણ કહેવાય છે કે અમેરિકામાં એક જૂન સુધીમાં આ આંકડો ૫૮૯૦૦૦ને પાર નીકળી જશે. અમેરિકામાં લોકો પોતાના લોકો જવાથી દુઃખી છે. તેમનું કહેવું છે કે દુઃખનું આ મંજર ભૂલાએ ભૂલાતું નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here