અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાની રક્ષા માટે નિર્ણયઃ પોમ્પિયો

0
10
Share
Share

અમેરિકાનો ચીનનો ઝટકોઃ રક્ષા સાધનો, તકનીકી નિકાસ પર પ્રતિબંધ મૂક્યો

વોશિંગ્ટન,તા.૩૦

ભારતે ૫૯ ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યા બાદ અમેરિકાએ પણ ચીનને મોટો ઝટકો આપી દીધો છે. હોંગકોંગ પર નેશનલ સિક્યુરિટી એક્ટની જાહેરાત બાદ હવે અમેરિકન મૂળના અત્યાધુનિક રક્ષા સાધનો અને તકનીકીઓની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. અમેરિકન વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ મંગળવારે આ પ્રતિબંધોને જાહેર કર્યા.

પોમ્પિયોએ ટિ્‌વટ કર્યું હતું કે આજે યુ.એસ. હોંગકોંગ પર સંરક્ષણ ઉપકરણો અને ડ્યુઅલ ઉપયોગ સંવેદનશીલ ટેકનોલોજીની નિકાસ પર પ્રતિબંધ મૂકવા જઇ રહ્યું છે. જો બેઇજિંગ હોંગકોંગને એક દેશ, એક સિસ્ટમ માને છે તો આપણે પણ નિશ્ચિત રીતે સમજવું પડશે. આ અગાઉ પ્રેસ બ્રીફિંગ દરમ્યાન અમેરિકન વિદેશ મંત્રીએ ચીન પર જોરદાર હુમલો કર્યો હતો.

અમેરિકન વિદેશ મંત્રીએ કહ્યું કે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના હોંગકોંગની સ્વતંત્રતા સમાપ્ત કરવાના નિર્ણયથી ટ્રમ્પ પ્રશાસનને હોંગકોંગને લઇ પોતાની નીતિઓનું ફરીથી મૂલ્યાંકન કરવાની તક આપી છે. ચીન રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ પસાર કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે, આથી અમેરિકા હોંગકોંગને અમેરિકન મૂળના રક્ષા સાધનોનો રોકી રહ્યું છે.

તેમણે કહ્યું કે આ નિર્ણય અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાની રક્ષા માટે લીધો છે. પોમ્પિયોએ કહ્યું કે હવે આપણે એ ભેદ નહીં કરીએ કે આ સાધન હોંગકોંગને નિકાસ કરવામાં આી રહ્યા છે કે ચીનને. અમે એ વાતનું જોખમ લઈ શકતા નથી કે આ સાધનો અને તકનીકી ચીનીના આર્મી પીપલ્સ લિબરેશન સુધી પહોંચી જાય જેનો મુખ્ય હેતુ કોમ્યુનિસ્ટ પાર્ટીની તાનાશાહીને કોઇપણ રીતે બનાવી રાખવાનો છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here