અમેરિકાના વિસ્કોન્સિન મોલમાં ફાયરિંગઃ આઠ લોકો ઘાયલ, હુમલાખોર ફરાર

0
20
Share
Share

વૉશિંગ્ટન,તા.૨૧

અમેરિકાના વિસ્કોન્સિનના વાવાટોસામાં મિલ્વૌકી નજીકના એક મોલ પર ગોળીબારમાં આઠ લોકો ઘાયલ થયા છે. હુમલો કરનાર ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. વાવાટોસા પોલીસ વડા બેરી વેબરે જણાવ્યું હતું કે તપાસ કરનારા મેફેયર મોલ શૂટિંગમાં શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

બેરીએ જણાવ્યું હતું કે પ્રારંભિક નિવેદનો દર્શાવે છે કે આ ઘટનાને અંજામ આપનાર આરોપી ૨૦ થી ૩૦ વર્ષનો પુરુષ છે. પોલીસ વડાએ જણાવ્યું હતું કે, ફાયર વિભાગ સાત પુખ્ત વયના લોકો અને એક કિશોરને હોસ્પિટલમાં લઈ ગયા છે. જોકે, તેની ઈજાઓ કેટલી ગંભીર છે તે હજુ સુધી જાણી શકાયું નથી. હજી સુધી કોઈના મોતની જાણ થઈ નથી. હાલમાં ઘાયલોની સારવાર ચાલી રહી છે.

વાવટોસાના મેયર ડેનિશ મેકબ્રાઇડ કહ્યું કે, ઘટનાની જાણ થતાં જ ૭૫ પોલીસ અધિકારીઓને મેફેયર મોલમાં મોકલવામાં આવ્યા છે. પીડિતોમાંથી કોઈને પણ એવી ઇજાઓ પહોંચી ન હતી જે જીવલેણ હોઈ શકે. જો કે, અમે અમારા વતી બધી સાવચેતી રાખી રહ્યા છીએ. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડબાય રખાઈ છે . અત્યાધુનિક હથિયારોથી સજ્જ પોલીસ અધિકારીઓ મોલમાં પ્રવેશ કરતા જોવા મળ્યા હતા.

મોલમાં હાજર એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે ફાયરિંગ સાંભળીને ગ્રાહકોમાં ભયનું વાતાવરણ હતું. મોલ સ્ટાફ તરત જ અંદર ગયો અને તમામ ગ્રાહકોને નીચે ઝૂકવા કહ્યું અને તેઓને મોલની પાછળના ભાગમાં લઈ ગયા. તે જ સમયે મુખ્ય દરવાજો બંધ કરાયો હતો. તેમણે જણાવ્યું હતું કે મોલની પાછળના ઓરડામાં ડઝનેક ગ્રાહકો અને છ કર્મચારીઓ બંધ હતા. પોલીસની ટીમ અહીં આવી ત્યારે જ આ લોકો બહાર આવ્યા હતા.

તપાસકર્તાઓ શંકાસ્પદની ઓળખ નક્કી કરવા પર કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ગોળીબાર કરનાર આરોપી પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ છટકી ગયો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here