અમેરિકાના બંધારણને વફાદાર સર્વોચ્ચ લશ્કરી વડા ટ્રમ્પ માટે પહાડ બનશે કે શું…..?

0
17
Share
Share

(જી.એન.એસ,હર્ષદ કામદાર)

સમગ્ર દેશમાં દિપાવલીનુ પર્વ ઉજવાઈ રહ્યુ છે પરંતુ તેમાં ફિકાશ વધુ પ્રમાણમાં છે. બજારોમાં ભીડ મોટા પ્રમાણમાં ઉમટી હતી પરંતુ ખરીદારી નહીવત થઇ છે. વેપારીઓના કહેવા અનુસાર ખરીદી સામાન્ય રહી છે માંડ ૩૦ થી ૩૫ ટકા વિતરણ થયું હશે. જોકે ફેશનેબલ ખરીદી કે શોબાજીની ખરીદી  નહીવત રહી છે. જેમાં લાઈટીગ-વિજ વસ્તુઓની ખરીદી માંડ ૨ ટકા હશે. બાકી મોટા ભાગે લોકો પરંપરા તરફ વળ્યા છે.  માટીના કોડીયાની ખરીદી વધુ પ્રમાણમાં રહી છે. બીજી તરફ મોટા ભાગના મંદિરો તેમજ પોશ વિસ્તારો વિજ લાઈટ ડેકોરેશન થી જગમગી ઉઠ્યા છે. તો મોટા બિઝનેસ માર્કેટો અને બજારો પણ વિજ લાઈટીગોથી ઝળકી ઊઠયા છે….. પરંતુ કોમનમેનના વિસ્તારોમાં ખાસ ક્યાંય  જગમગાટ દેખાતો નથી. મીઠાઈ ફરસાણ ખરીદી માત્ર ૫૦ ટકા થઇ હોવાનો અંદાજ વેપારીઓ બતાવી રહ્યા છે,અગત્યની  વાત એ રહી છે કે ચીની ઉત્પાદનોની ખરીદીથી મોટાભાગના લોકો દૂર રહ્યા છે છતાંય ચીની કંપનીના મોબાઈલોનું માર્કેટ યથાવત દોડતું રહ્યું છે…. જે બાબત વિચારણા માગી લે છે કારણ ભારતમાં લોકલ ફોર વોકલમાં સસ્તા અને વધુ સુવિધાવાળા  મોબાઈલનું ઉત્પાદન થયું નથી કે પછી સસ્તા મોબાઈલનુ ઉત્પાદન થઈ શક્યુ નથી…. ત્યારે ભારત સરકારે વિદેશોમાંથી કાચું મટીરીયલ ઓછી કિંમતમા  મળી રહે તે મંગાવીને મોબાઈલોનુ  ઉત્પાદન થાય તે તરફ વિશેષ ધ્યાન આપવું પડશે….!

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામો બાદ ટ્રમ્પનો ઈરાદો રાષ્ટ્રપતિ પદ છોડવાનો નથી.તેઓ રાષ્ટ્રપતિ પદ પર ચીપકી રહેવા માગે છે જેથી તે માટે બળવો પણ કરી શકે  તેવી સ્થિતિનું નિર્માણ કરવા આગળ વધી રહ્યા છે જેમાં અમેરિકાની સમગ્ર સુરક્ષાનું કેન્દ્ર પેન્ટાગોન છે તેમાં મોટાપાયે બદલીઓ કરી પોતાના વફાદારોને ગોઠવી રહ્યા છે. જેના કારણે સમગ્ર અમેરિકામાં ચિન્તા ફરી વળી છે. અને આ સમયે અમેરિકાના સર્વોચ્ચ લશ્કરી વડાએ લશ્કરી મ્યૂઝિયમના ઉદઘાટન સમયે કહ્યું હતું કે અમેરિકાની તમામ સૈન્ય પાખના લડાકુઓ બંધારણને વફાદાર છે તેઓ  રાજા કે રાણીને વફાદાર નથી.આ સૈન્ય લડાકુઓ  કોઈ વ્યક્તિને વફાદાર રહેવાના શપથ લેતા નથી પરંતુ અમેરિકાના બંધારણને વફાદાર છીયે અને રહીશું તેવા શપથ લે છે. તેમની આ વાણી અમેરિકામાં  સ્થિતિ ગંભીર હોવાનો સ્પષ્ટ ઈશારો આપે છે.તે સાથે રાષ્ટ્રપતિ પદે ચિટકી રહેવાના ટ્રમ્પના હવાઈ કિલ્લાનો ભૂકો ઊડી ગયો હોય તેવું લાગે છે.અમેરિકાના લશ્કરી વડા લશ્કરી એકતા અને અખંડિતતા માટે સતત બાજ નજર રાખી રહ્યા છે. બીજી તરફ ટ્રમ્પના રાષ્ટ્રપતિપદના માત્ર બે મહિના બાકી રહ્યા છે ત્યારે ચીનને મોટામાં મોટો ઝટકો આપ્યો છે. જેમાં ચીની લશ્કર કે તેની સામ્યવાદી કંપનીઓ સાથેની તમામ લશ્કરી  ખરીદી- વેચાણ માટે તેની ૩૧ જેટલી કંપનીઓ પર ૧૧ જાન્યુઆરીથી પ્રતિબંધના આદેશ આપી દીધા છે. જે માટે તેમણે અમેરિકાની સુરક્ષા માટેનું કારણ દર્શાવ્યું છે. જેના કારણે ચીનને આર્થિક રીતે મોટુ નુકસાન થશે… પરંતુ  ટ્રમ્પે રાષ્ટ્રપતિ પદે ચીટકી રહેવા માટે જે નિવેદનો કર્યા અને તંત્રમાં ફેરફારો કર્યા તેને લઈને હવે મોટા ભાગના લોકોમાં તેઓ  તરફની લાગણીમા મોટી ઓટ આવી ગઈ છે તે સ્પષ્ટ દેખાઈ આવે છે…..!

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here