અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત ઘાટીમાં અધધ…૫૪.૪ ડિગ્રી સે.તાપમાન નોંધાયુ

0
16
Share
Share

કેલિફોર્નિયા,તા.૧૮

અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત આવેલી એક ઘાટીએ રવિવારના રોજ તાપમાનના તમામ જૂના રેકોર્ડ તોડી નાંખ્યા છે. ડેથ વેલી નેશનલ પાર્કમાં તાપમાન ૧૩૦ ફેરનહેટ (૫૪.૪ ડિગ્રી સેલ્સિયસ) નોંધાયું. જે અત્યાર સુધીનું રેકોર્ડ સૌથી વધુ તાપમાન ગણાય છે. આની પહેલાં પણ સૌથી વધુ તાપમાન નોંધાયું પરંતુ તેની સત્યતા શંકાના ઘેરામાં જ રહી છે. ભયંકર લૂ થી ઝઝૂમી રહેલા કેલિફોર્નિયાનો આ વિસ્તાર ‘મોતની ઘાટી’ તરીકે બદનામ છે. અહીં ચાલવા પર એવું લાગે કે જાણે તમે માઇક્રોવેવ ઓવનમાં ચાલી રહ્યા છો. લોકોને સવારે ૧૦ વાગ્યા બાદ આ વિસ્તારમાં ના ચાલવાની સલાહ અપાય છે. રવિવારના રોજ ઘાટીમાં ફેરનેસ ક્રીકમાં ૫૪.૪ ડિગ્રી ટેમ્પ્રેચર નોંધાયું છે. આની પહેલાં ૨૦૧૩મા ૫૪ ડિગ્રી તાપમાન રેકોર્ડ થયું હતું.

ડેથ વેલી આટલું બધું ગરમ થવાના ઘણા કારણો છે. અહીં વરસાદ ઓછો પડે છે. શિયાળો ના બરાબર છે. પ્રશાંત મહાસાગરમાંથી ઉઠતો પવન જ્યાં સુધીમાં અહીં પહોંચે છે તેના તમામ ભેજને શોષી લીધો હોય છે. આથી અહીં માત્ર ગરમ હવાઓ જ પહોંચે છે. ઘાટીની જમીન એવી છે કે જે સૂર્યની રોશનીમાં ધગધગે છે. દરિયાઇ સપાટીથી વધુ નીચે જવા પર કમ્પ્રેસ થઇ ગરમ થઇ જાય છે અને આ ઘાટી સારી એવી નીચે છે એ પણ ગરમી માટે અગત્યનું ફેકટર છે.

અહીં જમીન પર તાપમાન વધુ રહે છે. ૧૫ જુલાઇ ૧૯૭૨ના રોજ અહીંની જમીનનું તાપમાન ૮૯ ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયું હતું એટલે કે પાણી ઉકાળવાના તાપમાનથી ૧૧ ડિગ્રી જ માત્ર ઓછું. ૧૯૧૩મા અહીંનું તાપમાન ૫૬.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પરંતુ તેને એક્સપર્ટસ વિશ્વાસપાત્ર માનતા નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here