અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ જો બિડેને કોરોના રસીનો બીજો ડોઝ લીધો

0
14
Share
Share

ડેલાવેર,તા.૧૨

અમેરિકાના પ્રેસિડેન્ટ ઈલેક્ટ જો બિડેને કોરોના વેક્સિનનો બીજો ડોઝ સોમવારે મુકાવ્યો હતો. ડેલાવેર નેવાર્ક સ્થિત ક્રિસ્ટિઆના હોસ્પિટલ ખાતે તેઓ પહોંચ્યા હતા જ્યાં હાજર નર્સે તેમના બાવડાં પર કોરોનાની રસીનો ડોઝ મુકાવ્યો હતો. બિડેને ફાઈઝર અને બાયોએનટેકની રસીનો બીજો ડોઝ લીધો તેનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. ત્રણ સપ્તાહ પૂર્વે ૨૧ ડિસેમ્બરે જો બિડેને કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.

ત્યારબાદ સોમવારે તેમણે ફાઈઝર બાયોએનટેકની કોરોના રસીનો બીજો ડોઝ પ્રમુખ નર્સ રિક ક્યુમિંગના હસ્તે લીધો હતો. ૭૮ વર્ષીય બિડેને જણાવ્યું હતું કે, પ્રથમ ડોઝની માફક મે કોરોના રસીનો બીજો ડોઝ લીધો છે જે સુરક્ષિત છે. હું સ્વસ્થ છું. હું તમામ લોકોને અપીલ કરું છું કે તમારો ક્રમ આવે ત્યારે અવશ્ય કોરોના વેક્સિન મુકાવશો. સંયુક્ત રીતે આપણે કોરોનાને મ્હાત આપી શકીશું.

બિડેને જણાવ્યું હતું કે ગુરુવાર સુધીમાં કોરોના રસીકરણના કાર્યક્રમની જાહેરાત સંભવ છે. નોંધનીય છે કે પ્રેસિડેન્ટ ઈલેક્ટ જો બિડેન ૨૦ જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરશે. બિડેને કહ્યું કે, તમામ નાગરિકોને કોરોનાની રસી આપવી તે તેમની સરકારની પ્રાથમિકતા રહેશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here