ન્યૂયોર્ક,તા.૪
અમેરિકા દ્વારા સુરક્ષાનો હવાલો આપીને ચાઇનીઝ કંપનીઓને બ્લેકલિસ્ટ કરવાની કવાયત ચાલી રહી છે અને આ વખતે ચીનની સૌથીમોટી પ્રોસેસર ચીપ મેન્યુફેક્ચર્સ કંપની અને એક સરકારીઓઇલ કંપનીને બ્લેકલિસ્ટ કરી દીધી છે. પેન્ટાગોન દ્વારા તાજેતરમાં ૪ કંપનીઓને બ્લેકલિસ્ટમાં મૂકી છે, જેમાં સેમીકંડક્ટર મેન્યુફેક્ચરિંગ ઇન્ટરનેશનલ કોર્પોરેશન અને ચાઇના નેશનલ ઓફશોર ઓઇલ કોર્પોરેશનનો સમાવેશ થાય છે. બ્લેકલિસ્ટમાં મૂકવાનો મતલબ છે, આ ચાઇનીઝ કંપનીઓ અમેરિકામાંથી ટેકનોલોજી અને મૂડીરોકાણ હાંસલ કરી શકશે નહીં.
બ્લેકલિસ્ટમાં શામેલ આ ચાઇનીઝ કંપનીઓ વિશે મનાય છે કે, તેમનો સંબંધિત ચીનના સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીના મિલિટ્રી વિંગ પીપુલ્સ લિબરેશન આર્મીને આધુનિક કરવાના પ્રયત્ન સાથે છે. નવી બ્લેકલિસ્ટ કંપનીઓ સાથે અમેરિકા દ્વારા બ્લેકલિસ્ટ કરાયેલી ચાઇનીઝ કંપનીઓની કુલ સંખ્યા વધીને ૩૫ થઇ ગઇ છે. ચીનની સરકારે પ્રત્યુત્તરમાં કહ્યુ કે, ટેકનોલોજી અને અન્ય સેક્ટરોમાં ચીન તરફથી મળથી સ્પર્ધાત્મકતાને દૂર કરવા માટે રાષ્ટ્રીય સુરક્ષાના તર્કનો દૂરોપયોગ કરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનિય છે કે, અમેરિકા એ પહેલાથી જ ચીનની ટેલિકોમ કંપનીઓ હુવેઇ પર અમેરિકાની ચીપ અને અન્ય ટેકનોલોજી ખરીદવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ચીનના કેટલાક અન્ય ખરીદદારો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. અમેરિકાએ ગ્લોબલ વેન્ડર્સની માટે પણ હુવેઇની માટે બનાવવામાં આવતી ચીપમાં અમેરિકન ટેકનોલોજીના ઉપયોગને પ્રતિબંધિત કરી દીધુ છે.
અમેરિકાએ જૂનમાં જારી કરેલ ઁન્છ સંબંધિત ૨૦ કંપનીઓની પહેલી યાદીમાં હુવેઇ અને વીડિયો સર્વેલન્સ પ્રોવાઇડર હાઇકવિઝન ડિજિટલ ટેકનોલોજી કોર્પોરેશનનું પણ નામ છે. આ યાદીમાં સરકારી ફોન સેવા કંપની ચાઇના ટેલિકોમ કોર્પોરેશન અને ચાઇના યુનિકોમ લિમિટેડનુ પણ નામ છે. તે ઉપરાંત કેટલાક પેટ્રોકેમિકલ, કન્સ્ટ્રક્શન, એરોસ્પેસ રોકેટ્રી, શિપબિલ્ડિંગ અને ન્યુક્લિયર પાવર ઇક્વિપમેન્ટ કંપનીઓ પર આ બ્લેકલિસ્ટમાં મુકાઇ છે.