અમેરિકાએ રસી મોકલવા પર ભારતને ગણાવ્યો ‘સાચો મિત્ર’

0
25
Share
Share

વોશિંગ્ટન,તા.૨૩

અનેક દેશોને કોવિડ-૧૯ની રસીને ભેટ કરનારા ભારતની પ્રશંસા કરતાં અમેરિકાએ એને ‘સાચો મિત્ર’ ગણાવ્યો હતો અને વૈશ્વિક સમુદાયની મદદ કરવા માટે પોતાના દવા ક્ષેત્રનો ઉપયોગ કરી રહ્યું છે. ભારતે કોવિડ-૧૯ની રસીને ભૂતાન, માલદીવ, નેપાલ, બંગલાદેશ, મ્યાનમાર, મોરિશિયસ અને સેશેલ્સને મદદના રૂપે મોકલી આપી છે. સાઉદી આરબ, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને મોરોક્કોને આ રસીની વ્યવસાયિક સપ્લાય કરી છે.

અમેરિકાના વિદેશ વિભાગના દક્ષિણ-મધ્ય એશિયા બ્યુરો દ્વારા શુક્રવારે ટ્‌વીટ કર્યું હતું કે વૈશ્વિક આરોગ્ય ક્ષેત્રમાં ભારતની ભૂમિકાની પ્રશંસા કરી હતી, જેણે દક્ષિણ એશિયામાં કોવિડ-૧૯ના લાખ્ખો ડોઝ આપ્યા હતા. ભારતે રસીની નિઃશુલ્ક ખેપ મોકલવાનો પ્રારંભ માલદીવ, ભૂતાન, બંગલાદેશ અને નેપાળ તથા અન્ય દેશોને આ પ્રકારની મદદ કરવામાં આવશે. એમાં ભારત એક ‘સાચો મિત્ર’ છે, જે દવા ક્ષેત્રનો ઉપયોગ વૈશ્વિક સમુદાયની મદદ કરવામાં કરી રહ્યો છે.

ભારતને ‘વિશ્વની ફાર્મસી’ કહેવામાં આવે છે અને વિશ્વમાં બનનારી રસીઓમાં ૬૦ ટકા અહીં બને છે. એક અહેવાલ મુજબ ભારત કોરોના રસીના લાખો ડોઝ કૂટનીતિ હેઠળ આપી રહ્યું છે. ભારત સરકારે બંગલાદેશ, નેપાલ, ભૂટાન અને માલદીવને રસીના ૩૨ લાખથી વધુ નિઃશુલ્ક ડોઝ મોકલ્યા છે. આ યાદીમાં આગામી વારો શ્રીલંકા અને અફઘાનિસ્તાનનો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here