અમેરિકાએ પાકિસ્તાન અને આતંકવાદ પર એક રિપોર્ટ સંસદમાં રજૂ કર્યો

0
14
Share
Share

પાકિસ્તાન આતંકવાદી સંગઠનો માટે સૌથી સુરક્ષિત આશ્રયસ્થાનઃ અમેરિકા

પાકિસ્તાનમાં ખુલ્લે આમ ફરે છે આતંકીઓ, અહીં સરકાર આતંકી ગ્રુપોને છાવરે છે,પાકિસ્તાનના આતંકી સંગઠનો અફઘાનિસ્તાન અને ભારતમાં હુમલાઓ કરે છે

વોશિંગ્ટન,તા.૨૫

અમેરીકાએ કહ્યું કે, પાકિસ્તાને ૨૦૧૯માં આતંકવાદને આર્થિક મદદ રોકવા અને તે વર્ષ ફેબ્રુઆરીમાં થયેલા પુલવામા હુમલા બાદ મોટાપાયે હુમલાઓને રોકવા માટે ભારત કેન્દ્રીત આતંકવાદી ગૃપ્સ વિરુદ્ધ સામાન્ય પગલાં ભર્યા. પરંતુ તે હજુ પણ ક્ષેત્રમાં સક્રિય આતંકવાદી સમુહો માટે સુરક્ષિત આશ્રયસ્થાન બનેલું છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પાકિસ્તાનને આપવામાં આવતી અમેરીકાની મદદ પર જાન્યુઆરી ૨૦૧૮માં લગાવેલી રોક ૨૦૧૯માં પણ રહી.

આતંકવાદ પર દેશની સંસદીય અધિકાર પ્રાપ્ત સમિતિના વાર્ષિક રિપોર્ટમાં વિદેશ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાને આતંકવાદના આર્થિક પોષણના ત્રણ જુદાં-જુદાં કેસોમાં લશ્કર-એ-તૈયબાના સંસ્થાપક હાફિઝ સઈદને દોષિ ઠેરવવા સહિત કેટલાંક બાહ્ય કેન્દ્રીત સમુહો સામે કાર્યવાહી કરી. મંત્રાલયે કહ્યું, જો કે પાકિસ્તાન ક્ષેત્રમાં કેન્દ્રીત અન્ય આતંકવાદી સંગઠનો માટે સુરક્ષિત આશ્રયસ્થાન બનેલું છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, તેઓ અફઘાન તાલિબાન અને સંબદ્ધ હક્કાની નેટવર્કને પોતાની જમીન પરથી સંચાલનની મંજુરી આપે છે જે અફઘાનિસ્તાનને નિશાન બનાવે છે. આ રીતે તેઓ ભારતને નિશાન બનાવતા લશ્કર-એ-તૈયબા અને તેની સાથે સંબંધિત ઘણાં સંગઠનો અને જૈશના આતંકવાદીઓને પોતાની જમીનનો ઉપયોગ કરવા દે છે.

વિદેશ મંત્રાલયે આરોપ લગાવ્યો, તેણે અન્ય જાણીતા આતંકવાદીએ જેવા કે જૈશ-એ-મોહમ્મદના સંસ્થાપક અને સંરા દ્વાર જાહેર આતંકવાદી મસૂદ અઝહક અને ૨૦૦૮ના મુંબઈ હુમલાના પ્રોજેક્ટ મેનેજર સાજિદ મીર વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરી જેના વિશે માનવામાં આવે છે કે તેઓ પાકિસ્તાનમાં ખુલ્લે આમ ફરે છે.

અફગાનિસ્તાન શાંતિ પ્રક્રિયામાં જો કે પાકિસ્તાને કેટલુક સકારાત્મક યોગદાન આપ્યું છે જેમાં તાલિબાનને હિંસા ઓછી કરવા માટે પ્રેરિત કરવાનું સામેલ છે. પાકિસ્તાને એફએટીએફ માટે જરૂરી કાર્યયોજનાની દિશામાં કેટલીક પ્રગતિ કરી છે જેનાથી તે બ્લેક લીસ્ટમાં જતા બચ્યું છે પરંતુ ૨૦૧૯માં તેણે કાર્યયોજનાના દરેક પોઈન્ટ પર સંપૂર્ણ અમલ કર્યો નથી.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here