અમેરિકન નાગરિકોને એપ્રિલ સુધીમાં કોરોના વેક્સિન મળી જશેઃ ટ્રમ્પ

0
19
Share
Share

વોશિંગ્ટન,તા.૧૪

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે  એક ભાષણમાં જણાવ્યું હતું કે, અમેરિકન નાગરિકો આવતા વર્ષે એપ્રિલ સુધીમાં કોરોના વેક્સીન મેળવશે. હાલમાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો બાદ અમેરિકાના આઉટગોઇંગ રાષ્ટ્રપતિનું આ પહેલું જાહેર ભાષણ છે.

ડ્રગ કંપની ફાઇઝરની ઁકૈડીિ કોરોના રસી વિશે નવીનતમ અપડેટ આપતી વખતે, યુએસ રાષ્ટ્રપતિએ આશા વ્યક્ત કરી કે કોવિડ -૧૯ રસી ૨૦૨૧ના એપ્રિલ સુધીમાં પૂર્ણ થવી જોઈએ. વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાંથી બોલતા, તેમણે કહ્યું, “થોડા અઠવાડિયામાં, પ્રથમ રસી ફ્રન્ટલાઈન કામદારો, વૃદ્ધો અને ઉચ્ચ જોખમ ધરાવતા અમેરિકનોને આપવામાં આવશે. અમારાપ્રયત્નોને લીધે, દરેક નાગરિકને ફાઇઝર ઁકૈડીિ રસી મફત મળશે.

આ પહેલા શુક્રવારે સમાચાર આવ્યા હતા કે યુનાઇટેડ સ્ટેટ્‌સના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ, જો બાઇડેન પણ એરિઝોના અને જ્યોર્જિયા પ્રાંતમાં જીત્યા હતા. શુક્રવારે તેમની જીતની ઘોષણા કરવામાં આવી હતી, જેમાં ડેમોક્રેટ પાર્ટીને ૩૦૬ ઇલેકટોરલ કોલેજ વોટ મળ્યા હતા જ્યારે રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પે ૨૩૨ મતો મેળવ્યા હતા. ટ્રમ્પે ઉત્તર કેરોલિનામાં જીત મેળવી હતી.

ચૂંટણીના પરિણામો પછી ટ્રમ્પનું આ પહેલું જાહેર ભાષણ છે. આ પહેલા તેમણે ૫ નવેમ્બરના રોજ છેલ્લું ભાષણ આપ્યું હતું. આમાં તેઓએ ચૂંટણીમાં છેતરપિંડીનો આરોપ લગાવતા કહ્યું હતું કે ‘જો તમે મારા કાયદેસરના મતોની ગણતરી કરો તો હું સરળતાથી જીતીશ. હુ પહેલા જ મહત્વપૂર્ણ રાજ્યમાં જીત મેળવી ચુક્યો છુ. શક્તિશાળી મીડિયા, પૈસા અને ટેકનોલોજીના આધારે ચૂંટણીમાં ઐતિહાસિક મતથી જીત્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here