અમેરિકનોને ડરાવીને રૂપિયા પડાવતા ૨ કોલ સેન્ટર અમદાવાદમાંથી પકડાયા

0
24
Share
Share

અમદાવાદ,તા.૧૯

શહેરમાં ફરી એક વખત કોલ સેન્ટરનું દૂષણ શરૂ થયું છે. અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી આચરવામાં આવતી હતી. અમદાવાદમાં બે અલગ અલગ વિસ્તારોમાંથી બે કોલ સેન્ટર ઝડપાયા છે. જેમાં રામોલ વિસ્તારમાં ઘરની અંદર કોલ સેન્ટર ચલાવતો એક આરોપી પકડાયો છે. તો વસ્ત્રાપુરમાં ભાડે ઓફિસ રાખી કોલ સેન્ટર ચલાવનાર સાત લોકોની પોલીસે ધરપકડ કરી છે. વસ્ત્રાપુરના ક્રિષ્ના કોમ્પલેક્સમાં ત્રીજા માળે બોગસ કોલસેન્ટર ચાલતું હોવાની વસ્ત્રાપુર પોલીસે માહિતી મળી હતી.

જેના આધારે રેડ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું છે. કોલ સેન્ટર ચલાવનાર સૌરીન રાઠોડ નામનો શખ્સ સોફ્ટવેરના ઉપયોગથી અમરેકિન નાગરિકનોને સોશ્યલ સિક્યુરિટી નંબરમાં ફ્રોડ થયું હોવાનું કહી રૂપિયા પડાવતો હતો. અમેરિકન નાગરિકોને કોલ કરીને ડરાવવામાં આવતા હતા. તેઓને ફોન પર કહેવાતુ કે, તમારી ગાડીમાં ડ્રગ્સ મળી આવ્યું છે અને તમારા નામે ઘણી બધી બેંકોમાં ગેરકાયદેસર એકાઉન્ટ છે.

જેથી તમારી મિલકત જપ્ત થશે અને તમને મોટું આર્થિક નુકસાન થશે અને તમારા વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી થશે તેવું જણાવી ડરાવી-ધમકાવી સેટલમેન્ટના બહાને અમેરિકન નાગરિકો પાસેથી આરોપીઓ ડોલરમાં રૂપિયા પડાવતાં હતા. આ કોલ સેન્ટરમાં છેતરપીંડીના રૂપિયા અમેરિકન નાગરિકો પાસેથી બીટકોઈન આઈડી, વાઉચર તથા કુરિયર, તેમના મળતીયા માણસો મારફતે ૨૦૦૦ થી ૫૦,૦૦૦ અમેરિકન ડૉલરમાં મેળવાતા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here