અમૃતા અરોરાએ BFFsસાથે સેલિબ્રેટ કર્યો બર્થ ડે

0
27
Share
Share

અમૃતા અરોરાના બર્થ ડે પર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું : જેમાં તેના ફેવરિટ લોકો હાજર રહ્યા હતા

મુંબઈ, તા.૨

રવિવારે અમૃતા અરોરાના બર્થ ડે પર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેના ફેવરિટ લોકો હાજર રહ્યા હતા.

રવિવારે એટલે કે ૩૧મી જાન્યુઆરીએ બોલિવુડ એક્ટર અમૃતા અરોરાનો બર્થ ડે હતો. આ પ્રસંગે તેણે પોતાના ઘરે નાનકડી પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં અમૃતાએ તેના ફેવરિટ લોકોને આમંત્રિત કર્યા હતા. મલાઈકા અરોરાએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર બર્થ ડે ગર્લ અને તેની BFFs કરીના કપૂર, કરિશ્મા કપૂર, મલ્લિકા ભટ્ટ અને નતાશા પૂનાવાલા સાથેની એક તસવીર શેર કરી છે. જેની સાથે તેણે લખ્યું છે કે, બર્થ ડે ગર્લ @amuaroraofficial સાથે ચા, ચાટ અને ચેટ. તેમની પાસે પડેલા ટેબલ પર ચાટની સામગ્રી જોવા મળી રહી છે. અમૃતા અરોરાના ઘરે યોજાયેલી બર્થ ડે પાર્ટીમાં મલાઈકા અરોરા, કરીના કપૂર, કરિશ્મા કપૂર, મલ્લિકા ભટ્ટ અને નતાશા પૂનાવાલા સિવાય મનિષ મલ્હોત્રા, સંજય કપૂરની પત્ની મહીપ કપૂર અને સોહેલ ખાનની પત્ની સીમા ખાન પણ ઉપસ્થિત રહી હતી. જેની તસવીર કરિશ્માએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે અને લખ્યું છે કે, ખાસ સાંજ #aboutlastnight. તો કરીના કપૂરે પણ ઈન્સ્ટાગ્રામમાં મલાઈકા, અમૃતા, કરિશ્મા, નતાશા અને મલ્લિકા ભટ્ટ સાથેની તસવીર શેર કરીને તેમને ફેવરિટ પીપલ ગણાવ્યા છે.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here