અમીરગઢના કાકવાડા પાસેની બનાસ નદીના વહેણમાંથી જીવના જોખમે પસાર થવા લોકો મજબૂર

0
18
Share
Share

બનાસકાંઠા,તા.૧૫

અમીરગઢ પાસેથી પસાર થતી બનાસકાંઠાની જીવાદોરી ગણાતી બનાસનદી તેના કાંઠે રહેતા લોકો માટે આશીર્વાદ રૂપી સાબિત થઈ રહી છે, જ્યારે એક ગામ એવું પણ છે જેના માટે જીવના જોખમ રૂપી સાબિત થઈ રહી છે. અમીરગઢના કાકવાડા ગામ બનાસનદીના બે કાંઠે વસેલો છે, જેથી અરસપરસ અથવા તાલુકા મથકે જવા માટે બનાસ નદી પાર કરવી પડે છે. બનાસ નદીવરસાદના સમયમાં જ્યારે નદીમાં પાણી વહેતુ હોય છે,

ત્યારે લોકોને અવરજવર માટે કોઈપણ પ્રકારની કોઝવે કે પુલની વ્યવસ્થા ન હોવાથી નદીના વહેંણમાંથી પસાર થવું પડે છે અને બાળકોને અભ્યાસ માટે શાળામાં પણ પાણીમાંથી ખભે કરી જીવના જોખમેં લઈ જવામાં આવે છે. કોઈ બીમારી હોય કે પછી ડેરીમાં દૂધ ભરાવવા જવું હોય તો પણ ગામલોકોને જીવનું જોખમ લેવું પડે છે. આ વિશે અસંખ્ય વાર ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા છતા નાના ગામડાના લોકોનું કોઈ નિકાલ આવ્યો નથી તે માટે ગામલોકો હવે એકજુટ થઈ તંત્રને પાઠ શીખડાવવાનો નિર્ણય લીધો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here