અમિત શાહ નો સંસદીય ક્ષેત્રને નામે પત્ર- કામ વગર બહાર ન નીકળવા અપીલ

0
19
Share
Share

અમદાવાદ,તા.૨૨

રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. લોકડાઉનની અફવા વચ્ચે રાજ્યમાં ૨૪ કલાકમાં ૫૮૦ કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા ૨૪ કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ ૨૫ દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરના વાઇરસના કુલ ૨૭૩૧૭ પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર સંસદીય મતક્ષેત્રની સોસાયટીના ચેરમેન સેક્રેટરીઓને લખેલા પત્રમાં કહ્યું છે કે અગત્યના કામ વગર બહાર જવાનું ટાળોબહાર જવાનું અનિવાર્ય હોય તો ફેસ કવરનો અચુક ઉપયોગ કરોસાબુવાળા પાણીથી હાથ ધૂઓસોશિઅલ ડિસ્ટન્સિંગનું પાલન કરોસમુહમાં મળવાનું અચૂક ટાળોઅમિત શાહે અપીલ કરી છે. સ્થાનિક અને આપણા દેશમાં બનેલી ચીજવસ્તુઓ અને સેવાઓનો ઉપયોગ કરવા અને તેનો પ્રચાર કરવા પણ આપ સૌને આહ્વાન કરું છું.અમિત શાહે રોગ પ્રતિકાર શક્તિમાં વધારો થયા તેવા પગલા લેવા પણ અપીલ કરી છે. આપણા ઘરના રસોડામાં જ રોગ પ્રતિકાર શક્તિ વધારવાના ઉપાયો છે,

જેનો ભરપુર ઉપયોગ કરો. જેમ કે લીંબુ પાણી પીઓ, ખાટા ફળો જેવા કે મોસંબી અથવા સંતરાનું સેવન કરો, તેમજ આયુષ મંત્રાલય દ્વારા સુચવાયેલા આર્યુવૈદિક ઉકાળાનું સેવન કરો. ચવનપ્રાસ ખાઓ, હળદરવાળુ દૂધ પીઓ, જેનાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થશે. જેનાથી આપ વધુ સુરક્ષિત રહી શકો છો. તેમજ અન્ય લોકોને પણ પ્રેરણા આપજો તેવો સંદેશ પાઠવ્યો છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here