અમિતાભ બચ્ચનનો દીકરો હોવા છતાં કેરિયરમાં કેટલીય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો

0
19
Share
Share

મુંબઇ,તા.૨૨

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ચાલતા નેપૉટિઝ્‌મને લઇને જબરદસ્ત ચર્ચા ચાલુ થઇ ગઇ છે. સતત એવા આરોપો લગાવવામાં આવી રહ્યાં છે કે નેપૉટિઝ્‌મના કારણે સુશાંત સિંહ રાજપૂતને બહાર કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે તેને કામ ન હતુ મળી રહ્યું, અને આ બધા કારણોસર તેને આત્મહત્યાનુ પગલુ ભર્યુ હતુ. પણ હવે કેટલાય સ્ટારે પોતાના અનુભવો શેર ક્યા છે, આમાં મહાનાયક અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક બચ્ચનનુ નામ પણ સામેલ છે. તાજેતરમાં જ અભિષેક બચ્ચને ખુલાસો કર્યો છે કે,

અમિતાભ બચ્ચનનો દીકરો હોવા છતાં તેમને પોતાની કેરિયરમાં કેટલીય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અભિષેકે તાજેતરમાં ખુલાસો કર્યો- તેમને જણાવ્યુ કે વર્ષ ૧૯૯૮માં હું અને રાકેશ ઓમ પ્રકાશ મેહરા પોતાની કેરિયર એક સાથે શરૂ કરવાના હતા. હું તેમના નિર્દેશનમાં કામ કરવાનો હતો, પણ મને યાદ છે કે મને લૉન્ચ કરવાવાળુ કોઇ નહતુ. આ માટે મેં બહુ જ કોશિશ કરી. મને યાદ પણ નથી કે મે કેટલાય નિર્માતાઓ અને નિર્દેશકોના ધક્કા ખાધા હતા. હું કેટલાય લોકોને મળ્યો હતો,

મે તેમને મને એક્ટિંગનો એક મોકો આપવા કહ્યું હતુ.ત્યારબાદ અમે બન્નેએ જ જાતે જ કંઇક કરવાનો વિચાર કર્યો હતો, અને ફિલ્મ સમજૌતા એક્સપ્રેસ પર કામ શરૂ કર્યુ. જોકે તે ફિલ્મ ક્યારેય ના બની શકી. અભિષેક બચ્ચને આગળ લખ્યું કે ઘણીબધી મથામણ બાદ તેમને કામ મળ્યું. તેને લખ્યું- કિસ્મતથી છેવટે જેપી સાહેબને મારો લૂક પસંદ આવી ગયો, અને તે મારી સાથે આખિરી મુગલ બનાવવા માંગતા હતા. જોકે તે ફિલ્મ પણ ના બની શકી. બાદમાં તેમને મને રિફ્યૂજીમાં કામ આપ્યુ.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here