ભોપાલ,તા.૨૬
દેશભરમાં લવ જેહાદના વધતા જતા કિસ્સા વચ્ચે યુપી અને એમપી જેવા રાજ્યોએ તેની સામે કાયદો બનાવવાની જાહેરાત કરી દીધી છે.હરિયાણા પણ આવો કાયદો બનાવવાની તૈયારી કરી રહ્યુ છે.
બીજી તરફ મધ્યપ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યુ છે કે, અમારો લવ જેહાદ સામેનો કાયદો યુપી કરતા પણ આકરો હશે. લવ જેહાદના દોષીઓને ૧૦ વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવશે.
એક વાતચીતમાં કહ્યુ હતુ કે, આ મહિનામાં જ લવ જેહાદ સામેના કાયદાને મંજૂરી માટે વિધાનસ૬ા સમક્ષ મુકવામાં આવશે.જે લોકો યુવતીઓનોને છેતરે છે તેમને આકરી સજા ભોગવવા માટે તૈયાર રહેવુ પડશે , સાથે સાથે આવા લગ્ન કરાવનારા મૌલવીઓ અને પાદરીઓને પણ પાંચ વર્ષની સજાની જોગવાઈ કાયદામાં કરવામાં આવશે.જે સંસ્થાઓ આવા લગ્નો માટે નાણાકીય સહાય આપે છે અને રજિસ્ટ્રેશન કરે છે તેમને પણ છોડવામાં નહીં આવે.
મિશ્રાએ કહ્યુ હતુ કે, કાયદામાં કોઈનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો છતા એક વર્ગને અને એક પાર્ટીને કેમ મરચા લાગી રહ્યા છે.અમે તો કોઈ એક સંપ્રદાયનો કાયદામાં ઉલ્લેખ પમ કર્યો નથી, આખો દેશ આ પ્રકારના કરતૂતોથી પરેશાન છે અને તેને ચલાવી લેવામાં નહીં આવે.