અમરેલી : સેઢુભાર ગામ નજીક કાર હડફેટે બાઇક ચડતાં મોટાભાઇની નજર સામે નાનાભાઇનું મોત

0
12
Share
Share

અમરેલી તા. ૧પ

બાબરાના બે સગા ભાઈઓને અમરેલી નજીક શેઢુભાર ગામના પાટીયા નજીક અકસ્માત નડતા મોટાભાઈની નજર સામે નાનાભાઈનું મૃત્યુ નિપજતા બાબરામાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.

આ બનાવની વધુ વિગત અનુસાર બાબરામાં રહેતા અને લુહારી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા મનીષભાઈ ચંદુભાઈ મકવાણા (ઉ.વ.૩પ) તેમજ નિલેશભાઈ ચંદુભાઈ મકવાણા (ઉ.વ.૩૦) બંને સગા ભાઈઓ પોતાનું મોટર સાયકલ નંબર જી.જે. ૧૪ ઝેડ. ૧૬૭૦ લઈ બાબરાથી વહેલી સવારે અમરેલી જવા નીકળ્યા હતા. આ બન્ને ભાઈઓ પોતાની ફોર વ્હીલ ગાડી અમરેલી લેવા જઈ રહયા હતા. ત્યારે અહીં શેઢુભાર ગામના પાટીયા નજીક સામેથી આવી રહેલ ફોર વ્હીલ કાર નંબર જી.જે.૦૯ બી.સી. ર૧પ૧ના ચાલકે જોરદાર ઠોકર મારતા બંને ભાઈઓ ફેંકાઈ ગયા હતા અને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક અસરથી ૧૦૮ મારફત અમરેલી સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. ત્યાં નિલેશભાઈ ચંદુભાઈ મકવાણા (ઉ.વ.૩૦) સારવાર મળે તે પહેલા મૃત્યુ પામ્યા હતા. જયારે તેમના મોટાભાઈ મનીષભાઈ મકવાણાને વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની વધુ તપાસ અમરેલી સીટી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

એસીડ પીતા પ્રૌઢનું મોત

લાઠી ગામે આવેલ હવેલી સામે રહેતા સોમનાથભાઈ બચુભાઈ મમ્માઈયા નામનાં ૪૬ વર્ષીય આધેડે ગત તા. ૧રનાં રોજ લાઠી-દુધાળા રોડ ઉપર આવેલ તળાવ પાસે કોઈ અગમ્ય કારણોસર એસીડ પી લેતા તેમને સારવાર માટે અમરેલી ખાનગી દવાખાને ખસેડાયેલ જયાં તેમનું મૃત્યુ નિપજયાનું લાઠી પોલીસમાં જાહેર થવા પામેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here