અમરેલી : વિદેશી દારૂની ૯૧ બોટલ સાથે બે શખ્સો ઝડપાયા

0
11
Share
Share

અમરેલી તા. ૧ર

અમરેલી એલ.સી.બી. ઇન્ચાજર્ પોલીસ ઇન્સપેકટર આર. કે. કરમટા તથા પી.એન.મોરીની રાહબરી નીચે અમરેલી એલ.સી.બી ટીમે ગત તા.૧૦ નાં શરૂ રાત્રીનાં અમરેલી શહેરમાં આવેલ કાજીવાડ, ઓસવાલ પા વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનાં જથ્થા સાથે મોહસીન સતારભાઇ કુરેશી, તથા મોઇનખાન જમીયતખાન બાબી નામના બે ઇસમોને ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ ૯૧ કુલ કિમત રૂ. ૩૪,૧૨૫ તથા મોબાઇલ ફોન ૩ કિંમત રૂ. ૨૦,૫૦૦/- મળી કુલ કિંમત રૂ.૫૪,૬૨૫ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ હતા.

પકડાયેલ ઉપરોકત બન્ને ઇસમોએ એકબીજાનાં મેળાપીપણામાંથી આરોપી જહીરૂદીન હુસેનમીયા ચીશ્તીની પાસેથી દારૂનો જથ્થો મંગાવી, આરોપી નદીમખાન નજીરખાન પઠાણ રહે.અમરેલીના મકાનમા રાખેલ હોય, જે તમામ આરોપીઓ વિરૂધ્ધ પ્રોહિબબીશન ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી આરોપીઓ તથા મુદામાલ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે અને પકડવાનાં બાકી આરોપીઓને પકડી પાડવા તજવીજ હાથ ધરેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here