અમરેલી : વડેરા ગામે વિજશોકથી પ્રૌઢ ખેડુતનું મોત

0
19
Share
Share

અમરેલી તા. ૧૬

અમરેલી તાબાના વડેરા ગામે રહેતા અને ખેતી કામ કરતા વિનુભાઈ માંડણભાઈ સોવીયા નામના ૪પ વર્ષીય ખેડૂત બુધવારે અમરેલીના જૂના માર્ગ ઉપર આવેલ વાડીએ પાણીનું સબમર્શીબલ મોટરની સ્ટાટર્ર ચાલુ કરવા જતા તેમને ઈલેકટ્રીક શોટર્ લાગતા મૃત્યુ નિપજયાનું અમરેલી તાલુકા પોલીસમાં જાહેર થતા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

વૃધ્ધનો ઝેરી દવા પીતા મોત

વડીયા તાલુકાના તોરી ગામે રહેતા નાથાભાઈ વાલજીભાઈ રાઠોડ નામના ૭૦ વર્ષીય વૃઘ્ધને છેલ્લા પ વર્ષથી કેન્સરની બીમારી હોય, બીમારીથી કંટાળી જઈ પોતાની વાડીમાં ઓરડીમાં કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ થયાનું વડીયા પોલીસમાં જાહેર થવા પામેલ છે.

જુગાર રમતા ઝડપાયા

અમરેલી એસઓજી ટીમે અમરેલી કેરાળા ગામે રોડ પર વાડી વિસ્તારમાં જુગાર રમતા (૧) ઈશ્વરભાઈ છગનભાઈ સોરઠીયા, (ર) અશોકભાઈ ભુપતભાઈ ગોજારીયા, (૩) દલપતભાઈ ઘુસાભાઈ કીકાણી, (૪) રૂપેશભાઈ દોલુભાઈ પરમાર, (પ) લખુભાઈ પુંજાભાઈ બાખલકીયા, (૬) લીલીતભાઈ ઉર્ફે લાલો કેશુભાઈ વેકરીયાને કુલ રોકડ રકમ રૂા. ૭૦,૪૦૦ તથા મોબાઈલ ફોન નંગ-પ કિંમત રૂા. ૩૪ હજાર તથા ગંજીપતાના પાનાનંગ-પર તથા એક પ્લાસ્ટકીનું પાથરણુ એમ મળી કુલ કિંમત રૂા. ૧,૦૪,૪૦૦નાં મુદામાલ સાથે ઝડપી પાડેલ. મજકુર પકડાયેલ ૬ ઈસમો વિરૂધ્ધ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજી. કરાવી આગળની ઘટતી કાર્યવાહી અર્થે સોંપી આપેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here