અમરેલી: લોકોએ દેકારો મચાવતાં દિપડો ભાગ્યો, બાળક સારવારમાં

0
18
Share
Share

અમરેલી, તા.૧
રાજુલા તાલુકાના જાફરાબાદ ગામની વાડીમાં એક દિપડો ત્રણ વર્ષના બાળકને દબોચીને વાસફચ ઢસડી ગયાની ઘટનાથી ફફડાટ ફેલાયો છે. રાજુલા તાલુકાના જાફરાબાદ ગામની એક વાડીમાં લાઈટ હાઉસ પાસે ગત રાત્રિએએક દિપડો ઘુસી આવ્યો હતો. અને ત્રણ વર્ષના એક બાળકને દબોચીને વીસ ફુટ ઢસડી ગયો હતો. પરિવારજનોએ શોરગુલ મચાવતા દીપડો બાળકને મુકીને નાસી ગયો હતો ત્રણ વર્ષના તાકીર જાવેદભાઈ સોરઠીયાને દીપડાના નખ પેટનાં ભાગે વાગી જવાથી હાલ સારવાર માટે રાજુલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.જામનહાની ટળવાથી પરિવારજનો અને ગ્રામજનોએ રાહતમાં શ્વાસ લીધા હતાં.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here