અમરેલી : નામચીન કેદીનો જેલકર્મી પર હુમલો

0
29
Share
Share

અમરેલી તા. ર૩

અમરેલી જિલ્લા જેલમાં રહેલા એક હત્યાના કાચા કામના કેદીએ ટેલીફોન ઉપર વાતચીત કરવા અંગે જેલ કર્મચારીનો કાંઠલો પકડી ફડાકાવાળી કરી જાનથી મારી નાખવાાની ધમકી આપ્યાની ઘટનાથી ભારે ચકચાર જાગી હતી.

અમરેલી જિલ્લા જેલમાં કાચા કામના કેદીઓને અઠવાડીયામાં એકવાર તેના પરિવારજનો સાથે ટેલીફોનીક વાતચીત કરવાની છુટ આપવામાં આવે છે. જયારે પાકા કામના કેદીઓને અઠવાડીયામાં બે વાર છુટ આપવામાં આવે છે. જેમાં જેલના કર્મચારીની રૂબરૂમાં જ વાતચીત કરવા દેવામાં આવે છે.

અમરેલી જિલ્લા જેલનો રવિ હિંમતભાઇ સોજીત્રા નામનો જેલ સહાયક કર્મચારી ગઇકાલે સવારે જેલમાં ટેલીફોન બુથ ઉપર ફરજ બજાવી રહયો હતો. આ અરસામાં એક કેદી પોતાના પરિવારજનો સાથે ટેલીફોન ઉપર વાતચીત કરી રહયો હતો ત્યારે જિલ્લા જેલમાં મોબાઇલ નેટવર્કમં સંડોવાયેલ કાચા કામનો હત્યાનો આરોપી કાંતિ વાળા ટેલીફોન બુથ ઉપર આવી ફોન કરવાની માંગણી કરી હતી પરંતુ આ કાચા કામના કેદીએ એક દિવસ પહેલા જ વાતચીત કરી હોવાથી નિયમ મુજબ જેલ કર્મચારીએ ના પાડી હતી. જેથી ઉશ્કેરાયેલા કેદીએ પોલીસ કર્મચારીનો કાંઠલો પકડી તમાચો માર્યો હતો. તેમજ વધુ માર મારે તે પહેલા અન્ય કેદીઓએ છોડાવેલ હતો. આ કેદીએ ફરજ પરના પોલીસ કર્મચારીને એટ્રોસીટીમાં ફીટ કરી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગેની અમરેલી સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા જેલ કર્મચારી ઉપર કેદીના હુમલાથી ભારે ચકચાર જાગી જવા પામી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here