અમરેલી : ત્રણ ટ્રકમાં કતલખાને લઈ જતા ૩૬ પશુ સાથે ત્રણ ચાલક સહિત પાંચ ઝડપાયા

0
16
Share
Share

અમરેલી, તા.૧૭

અમરેલી તાલુકા પોલીસ તેમજ સાવરકુંડલા તાલુકા પોલીસે ગત રાતના કતલખાને ધકેલાઈ રહેલ ૨૮ ભેંસ તેમજ ૮ પાડરૂ સહિત ૩૬ પશુઓ બચાવી ત્રણ ટ્રક તેમજ એક ટાટા પીકઅપ વાહન સહિત પાંચ શખ્સો રૂા.૨૯.૨૮ લાખના મુદામાલ સાથે ઝડપી લઈ ભેંસોને પાંજરાપોળ હવાલે કરવામાં આવેલ હતી.

પ્રાપ્ત વિગત મુજબ અમરેલી તાલુકા પોલીસના ડી.બી.ડવ સહિતના રોડ ઉપર રાધેશ્યામ ચોકડી પાસેથી પસાર થતા ટ્રકને રોકી તલાશી લીધેલ હતી. ત્રણેય ટ્રકમાં ભેંસો અને પાડરૂ ભરેલા હતા. જે અંગે ડ્રાઈવરોની પૂછપરછ કરતા કોઈ આધાર-પુરાવા ન હતા. બે ટ્રકમાં ૧૮ ભેસો ભરેલ હતી. એક ટ્રકમાં ૮ ભેંસ અને ૭ પાડરૂ ભરેલા હતા. તમામ કુલ પશુ ૩૩ કતલખાને ધકેલાઈ રહેલ હોવાનુ માલુમ પડેલ હતુ. પોલીસે ૫.૯૭ લાખની ભેંસો અને રૂા.૨૨ લાખનાં ટ્રક સહિત કુલ રૂા.૨૭.૯૭ લાખનાં મુદામાલ સાથે ત્રણેય ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવેલ હતી.

સાવરકુંડલા તાલુકા પોલીસે ગઈકાલે સાંજના સાવરકુંડલા-મહુવા રોડ ઉપરથી ટાટા પીકઅપ ગાડીમાં કતલખાને ધકેલાઈ રહેલ ભેંસો નંગ ૪ સાથે ઈમ્તીયાઝ રસુલ મોતર અને અબ્દુલ બચુ મહિડાને રૂા.૧.૩૧ લાખના મુદામાલ સાથે ઝડપી લઈ ચાર ભેંસનો જીવ બચાવેલ હતો.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here