અમરેલી : જુગાર રમતા મહિલા સહિત ચાર ઝડપાયા

0
35
Share
Share

અમરેલી તા. ૧૯

અમરેલીનાં લાઠી રોડ ઉપર આવેલ રોયલ પાર્ક બ્લોક નં. સી-૧૪માં પરવેજભાઈ ગફારભાઈ તરકેસા સહિત પ ઈસમો પૈસા પાના વડે હારજીતનો તીનપતીનો જુગાર રમતા હોય. આ અંગે અમરેલી સીટી પોલીસને બાતમી મળતા દરોડો પાડી ૧ મહિલા સહિત ૩ ઈસમોને ઝડપી લીધા હતા જયારે મુનાફ કરીમભાઈ ચૌહાણ નાશી છુટયા હતા તેમની પોલીસે શોધખોળ આદરી હતી.

સાસરીયાના ત્રાસથી પરિણીતાનો આપઘાત

અમરેલીનાં લાઠી રોડ ઉપર આવેલ ગીરધરનગરમાં રહેતા ધરતીબેને સાગરભાઈ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. બાદમાં તેણીના સસરા સુનિલભાઈ જમનાદાસ તથા સાસુ શોભનાબેન સહિત ૪ લોકોએ પરીણિતાને ખોટી રીતે મેણા-ટોણા મારી ધરતીબનને મરવા માટે મજબુર કરી આ દુઃખ-ત્રાસનાં કારણે તેણીએ ગળાફાંસો ખાઈ લેતા આ અંગે મૃતકનાં ભાઈએ સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પ્રૌઢ પર જીવલેણ હૂમલો

ખાંભા તાલુકાનાં પાટી ગામે રહેતા અરવિંદભાઈ જીવરાજભાઈ સુહાગીયાએ અગાઉ પોતાની વાડીએથી ખાંભા તાલુકાનાં નેસડી ગામે રહેતા મનો ઉર્ફે મનસુખભાઈ લાકડા તથા કોર લઈ ગયેલ તે બાબતે ઠકપો આપેલ. તેવાતનું મનદુઃખ રાખી આ મનો ઉર્ફે મનસુખભાઈએ તેમને લાકડાનાં બડીયા વતી માથાનાં ભાગે ક્રુરતાપૂર્વક બેરહેમીથી માર મારી જીવલેણ હુમલો કરી માથાના ભાગે હેમરેજ કરી નાશી ગયાની ફરિયાદ ખાંભા પોલીસમાં નોંધાઈ છે.

કુવામાં પડી જતા બાળકનું મૃત્યુ

વડિયાતાલુકાનાં નવા ઉજળા ગામે રહેતા હંસારામ અનિલભાઈ મુજલેહ નામનો ૪ વર્ષીય બાળક ગત તા. ૧૬નાં રોજ બપોરનાં સમયે પતંગ ચગાવતા હતા અને રમતા રમતા આકસ્મીક રીતે કૂવામાં પડી જતાં બાળકનું મૃત્યુ થયાનું વડિયા પોલીસમાં જાહેર થવા પામેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here