અમરેલી : ખનીજ ચોરી રોકવા ગયેલા ખાણ ખનીજ વિભાગનાં ઈન્સ. પર હુમલો

0
18
Share
Share

અમરેલી, તા.૨૪

અમરેલી તાલુકાના તરવડા અને ગાવકડા આસપાસના વિસ્તારમાં શેત્રુજી નદીમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રેતી ચોરી થયાની બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઈન્સ્પેકટર અને અન્ય કર્મચારીઓએ દરોડો પાડતા તરવાડાના ત્રણ શખ્સોએ ઈન્સ્પેકટર સહિતના સ્ટાફ પર લોડર ચડાવી જાનથી મારી નાખવાની કોશિષ કરી લોખંડના સળિયા જેવા હથિયાર બતાવી ફરજમાં રૂકાવટ કર્યાની ઘટના અમરેલી રૂરલ પોલીસ મથકમાં નોંધાઈ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમરેલીના તરવડા ગામની સીમમાં આજના સમયે શેત્રુજી નદીમાં રેતી ચોરી થતી હોવાનુ જાણ થતા ખાણ ખનીજ કચેરીના રોયલ્ટી ઈન્સ્પેકટર રોહિતસિંહ જાદવે સ્ટાફ સાથે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન નદીના પટમાં તરવડા ગામનો મહાવીર કાળુ વાળા, જયરાજ કાળુ વાળા અને માલસિકા ગામનો રાજદિપ ભીખુ ધાધલ નામના શખ્સો લોડર નંબર જીજે૧૪એજી ૦૪૨૭ અને ડમ્પર નંબર જીજે૦૧ સીવાય ૨૯૯૦ ગેરકાયદેસર રીતે નદીના પટમાંથી રેતી ચોરવાનુ કામકાજ ચાલુ હતુ. જે બાબતે ખાણ ખનીજ કચેરીના રોયલ્ટી ઈન્સ્પેકટર રોહિતસિંહ જાદવ પર તરવડાના મહાવીર વાળાએ પોતાનુ લોડર માથે ચડાવી જાનથી મારી નાખવાની કોશિષ કરી હતી. ત્યારબાદ માલસીકાનો રાજદીપ ધાધલ બાઈક પર ધસી આવી મહાવીરે લોખંડના સળિયા વડે અધિકારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટના અંગે રોયલ્ટી ઈન્સ્પેકટર રાજદિપસિંહ જાદવે અમરેલી રૂરલ પોલીસ મથકમાં મહાવીર વાળા, જયરાજ કાળુ, રાજદિપ ધાધલ સહિત અન્ય શખ્સો સામે હત્યાની કોશિષ, ફરજમાં રૂકાવટ અને ખનીજ ચોરીનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here