અમરેલીમાં ૧૦ અને ભાવનગરમાં ૩ કોરોના કેસ આવતા તંત્રમાં ફફડાટ

0
15
Share
Share

રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૯ લોકોનાં મોત

અમરેલી,તા.૨૯

અમરેલીમાં આજે એક સાથે ૧૦ કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે એકનું મોત નિપજ્યું છે. ભાવનગરમાં આજે ૩ કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે જ રાજકોટ જિલ્લામાં કુલ કેસ ૨૬૨ થયા છે. જેમાંથી ૯૮ દર્દીઓ સારવાર હેઠળ છે અને જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૯ લોકોનાં મોત નિપજ્યાં છે. એક તરફ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા લોકોને કારણે જે લોકો ક્યાંય ગયા નથી તેમને ચેપ લાગી રહ્યા છે. તેથી દરેકમાં ટ્રાવેલ હિસ્ટ્રી લેવા કરતા કોન્ટેક્ટ ટ્રેસિંગ પર વધારે ધ્યાન અપાઈ રહ્યું છે. આજે અમરેલીમાં એક સાથે ૧૦ કેસ પોઝિટિવ નોંધાયા છે.

જેમાં ૧ મહિલા અને ૯ પુરૂષનો સમાવેશ થાય છે. જ્યારે સાવરકુંડલાના ગોરડકાના ૪૦ વર્ષીય પુરૂષનું કોરોનાથી મોત નિપજ્યું છે. આમ અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં  ૮૦ કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં ૬ લોકોના મોત, ૩૩ ડિસ્ચાર્જ અને ૪૧ કેસ એક્ટિવ છે. મહત્વનું છે કે ગઈકાલે પણ એક સાથે ૧૦ કેસ પોઝિટિવ નોંધાયા હતા. ભાવનગરમાં આજે વધુ ૩ કેસ પોઝિટિવ નોંધાયા છે. કાળીયાબીડ પટેલ પાર્ક પ્લોટ નં.૪૬૯૦માં રહેતા જીવરાજભાઇ કાનજીભાઇ ઇટાલીયા (ઉં.વ.૬૪), કૃષ્ણનગર અખાડા પાસે રહેતા અને ડી.એસ.પી ઓફીસ પાસે દુકાન ધરાવતા અમિતસિંહ પ્રતાપસિંહ વેગડ (ઉં.વ.૪૨) અને સુરતમાં રહેતાં ધર્મેન્દ્રસિંહ વનરાજસિંહ ચૌહાણ (ઉં.વ.૩૯)નો રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. જેથી તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here