અમરેલીમાં વગર વરસાદે ગામમાં લોકોના ઘર,ફળિયામાં પાણી ઘૂસ્યા..!

0
28
Share
Share

અમરેલી,તા.૨૪

વરસાદે આ વખતે ખેડૂતોની મુશ્કેલી વધારી દીધી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાકને જરૂરિયાત કરતા ખૂબ વધારે વરસાદ પડી ગયો છે. આ જ કારણે ખેડૂતોએ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી ગયો છે. અનેક ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. ભારે વરસાદને કારણે અમરેલીના વેણીવદર ગામ પાણીવદર ગામ બની ગયું છે. હાલ વરસાદને કારણે ગામના લોકો અનેક મુશ્કેલી વેઠી રહ્યા છે. વરસાદ ચાલ્યો ગયો છે પરંતુ પાણીના તળ એટલા ઊંચા આવી ગયા છે કે અહીં ગામના ઘરોમાંથી આપમેળે પાણી બહાર આવી રહ્યું છે. લોકોના ઘર, રસોડા, ફળિયા અને ગામના રસ્તાઓ સહિત અનેક જગ્યાએથી આપમેળે પાણી બહાર નીકળી રહ્યું છે. આ જ કારણે ગામના લોકો પરેશાન થઈ ગયા છે.

વાત એમ છે કે અમરેલીના માંગવાપાળ ગામ નજીક આવેલો વડી ડેમ ૧૦ વર્ષ બાદ ૧૦૦% ભરાયો છે. કોઈ પણ વિસ્તારમાં ડેમ ભરાતા પાણીના તળ ઊંચા આવે છે અને ખેડૂતોમાં અનેરી ખુશી જોવા મળતી હોય છે. પરંતુ વડી ડેમ ભરાયો હોવાથી વેણીવદર ગામના લોકો માટે નવી જ મુશ્કેલી ઊભી થઈ છે. આ ડેમને કારણે ડેમની બાજુમાં જ આવેલું આખે વેણીવદર ગામ મુશ્કેલીમાં મૂકાયું છે.

ડેમ છલોછલ ભરેલો હોવાના કારણે આ ગામના જમીની તળ એટલા ઊંચા આવી ગયા કે જમીનમાંથી સતત પાણી બહાર આવી રહ્યું છે. હાલત એવી છે કે આખું ગામ પાણીથી તરબોળ રહે છે. ગામની બજાર, લોકોના ઘરના ફળિયા, ઘર, રસોડામાંથી પાણી બહાર નીકળી રહ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here