અમરેલીમાં ગૂડ્‌સ ટ્રેન અડફેટે આવેલા સિંહનુ સારવાર દરમિયાન મોત

0
19
Share
Share

રાજુલા,તા.૧૯

બે દિવસ પૂર્વે અમરેલી જિલ્લામા આવેલ રાજુલા નજીક ઉંચેયા ગામ પાસે પીપાવાવ જતી રેલવે ટ્રેક પર વહેલી સવારે ૪થી ૫ વર્ષના સિંહને ગુડ્‌સ ટ્રેને હડફેટે લીધો હતો. સિંહને પ્રાથમિક સારવાર આપ્યા બાદ જૂનાગઢ શક્કરબાદ ખાતે ખસડેવામાં આવ્યો હતો. જ્યાં ત્રણ દિવસની સારવાર બાદ સિંહનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. સિંહને પીઠના ભાગે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. બે દિવસ પહેલા સિંહને ટ્રેને અડફેટે લીધો હતો૧૬ ફેબ્રુઆરીના રોજ સવારના સમયે ઉંચેયા નજીક પીપીવાવ રેલવે ટ્રેક પર એક ગૂડ્‌સ ટ્રેને અડફેટે લેતા સિંહ ગંભીર રીતે ઘવાયો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ રાજુલા બૃહદગીર રેન્જની ટીમ એસીએફ કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને સિંહને વનવિભાગ દ્વારા કબ્જે લઈ પ્રથમ બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો હતો. પ્રાથમિક સારવાર કરાય હતી અને ત્યાર બાદ સિંહને બચાવવા માટે પાલીતાણા શેત્રુંજી ડીવીઝનના ડીસીએફ નિશા રાજ દ્વારા ઇમરજન્સી લાઈન એમ્બ્યુલન્સ મારફતે જૂનાગઢ ચક્કરબાગ ખાતે ખસેડાયો હતો.

જ્યાં વેટિનરી ડોક્ટરોની ટીમો વધુ હોય જેથી વધુ સારવાર મળી શકે પરંતુ સિંહને ૩ દિવસ સુધી સારવાર આપી પરંતુ સિંહને ગંભીર ઇજા હોવાને કારણે સિંહનુ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. સિંહો માટે આ રેલવે ટ્રેક જોખમી ભૂતકાળમા અનેક સિંહ સિંહણ સિંહબાળના આ રેલવે ટ્રેક પર ગુડ્‌સ ટ્રેન હડફેટે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા ત્યાર બાદ અહીં વનવિભાગ દ્વારા ૪૦ ઉપરાંતના ટ્રેકરો રાખે છે. જે સિંહો ઉપર સતત નજર રાખે છે અને સિંહ ટ્રેક પર આવે તો તેને ટ્રેકથી દૂર ખસેડે છે પરંતુ અહીં સિંહોની સંખ્યા ખૂબ મોટા પ્રમાણ વધી રહી છે.

વારંવાર સિંહો ટ્રેક પર રાત્રીના સમયે આવી જાય છે અને સિંહને દૂર ખસેડવામાં આવે છે. આ પ્રકારનો સિલસિલો સતત યથાવત રહે છે એટલે આ ટ્રેક સિંહ માટે જોખમી સાબિત થય રહ્યો છે. સિંહ ના મોત મામલે ડીસીએફએ આપી પુષ્ટિસિંહના મોત અંગે પાલીતાણા શેત્રુંજી ડીવીઝન ડીસીએફ નિશા રાજે જણાવ્યું છેકે, સિંહને બચાવવા માટે અમારી ટીમે ખૂબ પ્રયાસ કર્યા હતા. સારવાર પણ સતત ચાલુ હતી જ્યારે ઘાયલ વધુ હોવાને કારણે સિંહને બચાવી શક્યા નથી. સિંહનુ મોત થયુ તે દુઃખદ બાબત છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here