અમરેલીઃ સબ જેલમાં કાચા કામનાં કેદી પર સીપાઈ-કેદીનાં હુમલાની ફરિયાદ નોંધાઈ

0
22
Share
Share

અમરેલી, તા.૨૪

સાવરકુંડલા ગામના વતની અને હાલ અમરેલી જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે રહેતા કાંતિભાઈ મુળજીભાઈ વાળા તથા રાહુલભાઈ નાગર તા.૨૧ના રોજ ટેલીફોન કરવા બુથ ઉપર ગયેલ ત્યારે જેલમાં સીપાઈ તરીકે ફરજ બજાવતા સોજીત્રાભાઈને ઠપકો આપેલ હતો.

ત્યારબાદ બપોરના સમયે તે જેલમાં રહેતા આપાભાઈ ચાંદુએ કાંતિભાઈ વાળાને જેલના દવાખાને સમાધાન માટેબોલાવી જેલના સીપાઈએ તેમને ગાળો આપી લાકડી વડે ૧૦ થી ૧૨ લાકડી માર મારી ઈજા કરતા કાંતિભાઈ નીચે પડી જતા આપાભાઈએ ઢીકાપાટુનો માર માર્યાની ફરિયાદ સીટી પોલીસમાં નોંધાવતા ડીવાયએસપી આર.ડી. ઓઝાએ તપાસ હાથ ધરી છે.

આર.ટી.ઓ. કર્મી.ની ફરજમાં રૂકાવટ

અમરેલીના ઓમનગર વિસ્તારમાં રહેતા અને અત્રેની આર.ટી.ઓ. ઓફિસમાં ફરજ બજાવતા અમરીશભાઈ મુકેશભાઈ પટેલ નામના ૪૧ વર્ષીય યુવકે અરજદારોને વારાફરતી આવવાનું કહેતા ધારી ગામે રહેતા ઉતમભાઈ પરમાર સહિત ૫ ઈસમોએ ઉશ્કેરાઈ જઈ કલાર્ક રૂમમાં જઈ સરકારી કર્મચારીને ગાળો આપી ઝપાઝપી કરી, મૂંઢ માર મારી, ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ અત્રેના તાલુકા પોલીસમાં નોંધાવતા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

વાહન હડફેટે વૃદ્ધનું મોત

વડીયા તાલુકાના રાંદલના દડવા ગામે રહેતા વલ્લભભાઈ સુખાભાઈ જસાણીયા નામના ૬૦ વર્ષીય વૃઘ્ધને ગત તા.૨૯/૮ના રોજ કોઈ અજાણ્યા ફોરવ્હીલ ચાલકે પોતાના હવાલાવાળુ વાહન બેફીકરાઈથી ચલાવી હડફેટે લઈ ગંભીર ઈજાઓ કરતા તેમને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ હતા. જયાં આવૃઘ્ધનું મૃત્યુ નિપજતા આ બનાવમાં અજાણ્યા વાહન ચાલક સામે વડીયા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

જુગાર રમતા ૬ ઝડપાયા

રાજુલાનાં ડોળીનાં પટ્ટ વિસ્તારમાં રહેતા ફિરોજભાઈ હાસમભાઈ નાગરીયા સહિત ૬ જેટલા ઈસમો ડોળીનાં પટ્ટમાં જાહેરમાં પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમતા હોય. આ અંગે રાજુલા પોલીસને બાતમી મળતા તમામ ૬ ઈસમોને રોકડ રકમ રૂા. ૬૫૫૦ તથા મોટર સાયકલ નંગ-૨ મળી કુલ રૂા.૨૬૫૫૦નાં મુદામાલ સાથે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here