અમરેલીઃ ચોરાઉ બાઈક સાથે શખ્સ ઝડપાયો

0
15
Share
Share

અમરેલી, તા.૧૬

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયે મિલકત સંબંધી જે ગુનાઓ બનેલ હોય અને નાગરિકોની મિલકત ચોરાયેલ હોય તેવા વણશોધાયેલ ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડી તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ રીકવર કરી તેના મુળ માલીકને પોતાની મિલકત પાછી મળે તે માટેના સઘન પ્રયત્નો  કરવા અને આવા વણશોધાયેલ મિલકત સંબંધી ગુનાઓ ડીટેકટ કાઢવા ખાસ સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને અમરેલી એલસીબી ઈન્ચાજર્ પીઆઈ આર.કે.કરમટાની રાહબરી હેઠળ પીએસઆઈ પી.એન.મોરી તથા ટીમ દ્વારા જાફરાબાદ મરીન પોલીસ  સ્ટેશન વિસ્તારના રોહીસા ગામે વાહન ચેકીંગ દરમ્યાન ચોરીના બાઈક સાથે ઘનશ્યામ ઉર્ફે ઘનો રાજા ડાભી ઉ.વ.૨૫ રહે. ચોરઠ તા. ઉમરાળા હાલ સુરતવાળાને ઝડપી લઈ તેની પાસેથી એક બાઈક કબજે કરી તપાસ કરતા બાઈક નં.જીજે૦૪બીકયુ ૧૧૬૧નું હોવાનું જણાઈ આવેલ.

આ બાઈક ભાવનગરમાં ધોબી સોસાયટીમાંથી ગત તા.૬/૯/૧૯ના રોજ ચોરી થયેલ હોવાનું જણાઈ આવેલ. પોલીસે રૂા.૨૦ હજારનું બાઈક કબજે લઈ આરોપીને જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here