અમરેલીઃ કામધંધો ચાલતો ન હોવાથી શ્રમિક યુવાનનો આપઘાત

0
16
Share
Share

અમરેલી, તા.૨૪

અમરેલીના ફતેપુરા રોડ ઉપર આવેલા હુડકો કવાર્ટરમાં રહેતા મજુરયુવાનને કામ ધંધો બરોબર ચાલતો ન હોય પરિવારનું ગુજરાન ચલાવવાના ટેન્શનમાં ઘરમાં પંથા સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાઈ લેતાં ભારે અરેરાટી વ્યાપી હતી.

પ્રાપ્ત વિગત મુજબ અમરેલી ફતેપુર રોડ ઉપર હુડકો કવાર્ટર નં.૪૬માં રહેતા અતુલ કનુભાઈ ભારોલા ઉ.વ.૩૨ નામનો યુવાન મજુરી કરી પત્ની, બાળકોનું ગુજરાન ચલાવતો હતો. હાલ કોઈ કામધંધો ચાલતો ન હોય પોતાની પત્ની અને સંતાન ઉપર બુમબરાડા પાડી ટેન્શનમાં આવી પોતાના ઘરમાં પંખા સાથે દોરડું બાંધી ગઈકાલે બપોરે ગળાફાંસો ખાઈ લેતાં મોત નિપજતા પત્ની સોનલબેને અમરેલી પોલીસમાં જાહેર કયુર્ં હતું

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here