અમરેલીઃ ઓઈલ મીલનાં ટાંકામાં ગેસ ગળતરથી બે શ્રમિકોનાં મોત

0
53
Share
Share

અમરેલી, તા.૨૯

અમરેલીનાં ઉદ્યોગનગરમાં આવેલ એક ઓઈલ મીલમાં ગેસ ગળતરના કારણે બે મજૂર યુવાનનાં મોત નીપજેલ હતા. મોતની ઘટનાથી ભારે અરેરાટી ફેલાયેલ હતી.ઘટનાની પોલીસ દફતરે કોઈ જાહેરાત થયેલ નથી. પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. મૃતકના પરિવારમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમરેલીની જીઆઈડીસીમાં આવેલ અંજની ઓઈલ મીલમાં મીલના ટાંકાનું સેન્ટિંગ કામ ચાલી રહેલ હતું તે અરસામાં લાલજી સુરેશભાઈ ડાભી ઉ.વ.૨૩ રે.માલવણ નામનો મંજુર યુવાન અંદર ટાંકામાં ઉતરેલ હતા. ટાંકામાં ઝેરી ગેસ ગળતર થવાના કારણે  મજુર યુવાનનું ગુંગળાઈ જવાથી ઘટના સ્થળે મોત નીપજેલ હતું. ટાંકામાં રહેલા યુવાનને બચાવવા જતાં પરપ્રાંતીય યુવાન મુકેશ બળવંતસિંહ ઉ.વ.૨૧ નામનો મજૂર યુવાન અંદર ટાંકામાં ઉતરેલ હતો તેને પણ ઝેરી ગેસની અસર થતાં બેભાન હાલતમાં ૧૦૮માં સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવેલ હતો. પરંતુ દવાખાને પહોંચે તે પહેલા રસ્તામાં જ તેમનું પ્રાણ પંખેરૂ ઉડી ગયેલ હતું. બન્નેની લાશને પીએમ અર્થે ખસેડવામાં આવેલ હતી. પોલીસ સિવિલ હોસ્પિટલે જઈ મૃતકના પરિવારના નિવેદન લઈ આગળની કાર્યવાહી હાત ધરેલ હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here