અમરનગરમાં ખેડૂતોના વીજ પ્રશ્નો સંદર્ભે આવેદન અપાયું

0
14
Share
Share

વડિયા, તા. ૨૬

વડિયાની ભાગોળે આવેલા રાજકોટ જિલ્લાના ગામડામા વીજળીનુ તમામ કાર્ય વડિયા પીજીવીસીએલ કચેરી દ્વારા કરવામાં આવે છે. ખેડૂત સમાજના આવેદન પત્રમાં જણાવ્યા મુજબ છેલ્લા કેટલાય સમય થી ખેડૂતોને સિંગલ અને થ્રિ ફેસ વીજળીનો પુરવઠો પૂરતા સમય મા આપવામાં આવતી નથી. આ ઉપરાંત સિંગલ ફેસ વીજળીને ૨૪કલાક આપવાની હોય છે તે પણ પૂરતી અપાતી નથી. હાલ વાવણીનો સમય છે, ખેડૂતો પોતાના પાક નુ ભૂંડ, રોજ અને રખડતા પશુઓના ત્રાસથી પાકને બચાવવા પોતાની વાડીએ રાખોલુ રાખવા રાત્રી ના સમયે પણ જતા હોય, વરસાદ ની અનિયમિતતાને કારણે કોઈ ખેડૂત રાત્રે પણ પિયત કરતા હોય ત્યારે અનિયમિત વીજ પુરવઠાથી ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. આ બાબતે વડિયા પીજીવીસીએલના ઈજનેર અને જેતપુર મામલતદારને પણ આવેદનપત્ર ખેડૂત સમાજ ગુજરાતના હરેશ વાડદોરીયાની આગેવાનીમાં ખેડૂતોની સહીઓ સાથે અપાયું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here