અમદાવાદ સીટીએમ ખાતેની બેંક ઓફ બરોડામાં ટોકન મુદ્દે ખાતેદારોનો હોબાળો

0
21
Share
Share

અમદાવાદ,તા.૨૯

કેન્દ્ર સરકાર દ્વારા બેંક ઓફ બરોડામાં વિજયા અને દેના બેંકને મર્જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેનો ૧ જુલાઈ ૨૦૨૦થી અમલ પણ શરુ થઈ ગયો હતો. ત્યારે બેંક મર્જ થવાને કારણે અમદાવાદના સીટીએમ વન્ડર પોઈન્ટ પાસે આવેલ બેંક ઓફ બરોડામાં ખાતેદારોએ હોબાળો કર્યો હતો. બેંક દ્વારા ખાતેદારોને વહેલી સવારે ચાર વાગ્યાના સમયે ટોકન લેવા માટે બોલાવવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરમાં સીટીએમ વન્ડર પોઈન્ટ પાસે આવેલ બેંક ઓફ બરોડામાં ખાતેદારોની ફરિયાદ છે કે બેંક દ્વારા અમને સવારે ચાર વાગ્યાના સમયે ટોકન લેવા માટે બોલાવવામાં આવે છે. બેંક સત્તાવાળાઓએ ટોકન લઈ ને આવેલા લોકોના જ દિવસ દરમ્યાન ખાતાકીય કામો કરવામાં આવશે એમ કહેતાની સાથેજ ખાતેદારોએ હોબાળો શરુ કરી દીધો છે. ખાતેદારોનું કહેવું છે કે એક તરફ કર્ફ્યૂ છે તો બીજી તરફ કડકડતી ઠંડી છે. બેંક સત્તાવાળાઓ આવી પરિસ્થિતિમાં ખાતેદારોને ટોકન લેવા માટે બોલાવે છે.

કોરોના મહામારીમાં એક તરફ રાજ્ય સરકારે રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રે ૯થી સવારે ૬ સુધીનો કર્ફ્યૂ લગાવી દીધો છે. તો બેંક સત્તાવાળાઓ ખાતેદારોને કર્ફ્યૂનો ભંગ કરાવીને માત્ર કામગીરી માટે ટોકન લેવા માટે વહેલી સવારે કડકડતી ઠંડીમાં ટોકન લેવા માટે બોલાવે છે. જો કર્ફ્યૂમાં ફરતો કોઈપણ માણસ પોલીસના હાથે પકડાય તો તેની વિરૂદ્ધ દંડનીય કાર્યવાહી થાય છે. જ્યારે આ કાયદો વ્યવસ્થાનો ભંગ કરીને બેંક સત્તાવાળાઓ ખાતેદારોને ટોકન લેવા માટે મજબૂર કરી રહ્યાં છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here