અમદાવાદ સહિત અનેક શહેરોમાં ધુમ્મસ-વાદળછાયું વાતાવરણ

0
31
Share
Share

અમદાવાદ,તા.૩
રાજ્યમાં થોડા દિવસો પહેલાં ઠંડીના ચમકારાનો અનુભવ કરનાર લોકોને હવે ઠંડી ઓછી થઈ હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં હવે ઠંડીમાં ઘટાડો થયો છે. ૮ દિવસ બાદ રાજ્યમાં ઠંડીમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. પણ અનેક શહેરોમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. અમદાવાદમાં ધુમ્મસ અને વાદળછાયું વાતવરણ સર્જાયું હતું. આગામી ૨ દિવસ બાદ ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે. ફરી એકવાર રાજ્યમાં કાતિલ ઠંડીનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ફેબ્રુઆરી મહિનામાં ફરી એકવાર કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરી છે. કચ્છમાં લઘુત્તમ તાપમાન ૨થી ૪ ડિગ્રી ઘટશે જેના કારણે કાતિલ ઠંડીનું મોજું રાજ્યભરમાં ફરી વળશે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ફરીથી ઠંડીનું જોર વધશે. ૪ ફેબ્રુઆરીથી ઉત્તર તરફના પવન ફૂંકાશે, જેથી રાજ્યમાં લઘુત્તમ તાપમાન નીચે જશે. કચ્છ (ોંષ્ઠર)માં ૪ અને ૫ ફેબ્રુઆરીના રોજ કોલ્ડવેવની આગાહી પણ કરવામાં આવી છે, એટલું જ નહીં ૪ અને ૫ ફેબ્રુઆરીએ રાજ્યમાં લઘુતમ તાપમાન ૨થી ૪ ડિગ્રી ઘટશે. ફરી એકવાર રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી ધુમમ્સનું સામ્રાજ્ય છવાયુ હતું. ધૂમમ્સના ધુંધળા વાતાવરણ સાથે પ્રદુષણનું પ્રમાણ વધ્યું છે. દિલ્હી જેવી સ્થિતિ અમદાવાદ શહેરની થઈ હતી.
વહેલી સવારથી સ્માર્ટ સીટી અમદાવાદ પ્રદુષણની ઝપેટમાં આવી ગયું છે. શહેરમાં પ્રદુષણની માત્રા ૩૦૦એ પહોંચી છે. અનિયમિત પવનની દિશાના કારણે મંગળવારે દિવસ અને રાતના તાપમાનમાં ૧-૧ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. મુખ્ય ૫ શહેરોમાં ઠંડીનો પારો ૧૧.૫ ડિગ્રીની પાર જતાં સમી સાંજથી વહેલી સવાર સુધી ફૂલગુલાબી ઠંડી અનુભવાઇ હતી. જ્યારે દિવસનો પારો ૩૨ ડિગ્રીએ પહોંચતાં સામાન્ય ગરમી અનુભવાઇ હતી. ઉત્તર ગુજરાતમાં ૭૦ દિવસ બાદ તાપમાન ૩૨ ડિગ્રીએ પહોંચ્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here