અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ‘બેસણા’નું આયોજન અટાકાવાયું

0
28
Share
Share

અમદાવાદ,તા.૮

અમદાવાદમાં હાલ લોકોને કોરોનાનું નહિ, પણ રોડરસ્તાને કારણે ટેન્શન હોય છે. ચોમાસામાં જે રીતે રોડ રસ્તા ધોવાઈ જાય છે તે જોતા લોકોને રસ્તાઓ પરથી પસાર થવું આકરું લાગે છે. આવામાં યૂથ કોંગ્રેસ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બેસણાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરવાનગી ન લીધી હોવાને કારણે પોલીસ દ્વારા આ કાર્યક્રમ અટકાવવામાં આવ્યો હતો અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. ફતેવાડી ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના “બેસણા”નું આયોજન અટકાવવામાં આવ્યું હતું. વેજલપુર વિધાનસભા યૂથ કોંગ્રેસ દ્વારા બેસણાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ત્યારે પરવાનગી ના લીધી હોવાને કારણે પોલીસે એએમસી નું બેસણું અટકાવ્યું હતું. પોલીસે બેસણા માટે ૧૦ બાય ૧૫ ના બનાવેલા સ્ટેજ પરથી પોસ્ટર ફાડ્યા હતા. અમદાવાદ શહેરમાં વરસાદને કારણે ઠેરઠેર રોડ રસ્તા ધોવાઇ ગયા અને તૂટી ગયા હોવાથી વિરોધના ભાગરૂપે બેસાણાનું આયોજન કરાયું હતું. જેમાં ટીપી ૮૫ ના રોડનું કામ પાછલા ૩ વર્ષથી બંધ હાલતમાં હોવાથી વિરોધ કરવાનું પ્લાનિંગ હતું.

જુહાપુરા, ફતેહવાડી, સરખેજ તેમજ કેનાલ પાછળના રોડ રસ્તાની ખૂબ જ ખરાબ હાલતને કારણે જનતાને તકલીફ પડી રહી છે. જે અંગેની માહિતી એએમસીના અધિકારીઓના કાન સુધી પહોંચાડવાનો પ્રયાસ બેસણા દ્વારા કરવામાં આવનાર હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બેસણું શરૂ થાય એ પહેલાં જ પીઆઈ બીબી ગોયલના આદેશનુસાર ગણતરીના કાર્યકરોની અટકાયત કરાઈ હતી. પોલીસ વાન સહિત ૧૦ જેટલી પોલીસ ગાડીઓનો કાફલો બેસણા સ્થળે ખડકી દેવાયો હતો. કાર્યકર્તાઓને ટીંગાટોળી કરીને પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here