અમદાવાદ મહાનગરપાલિકાએ ૧૫ ખાનગી હોસ્પિટલને કોવીડ હોસ્પિટલ કરી જાહેર

0
15
Share
Share

અમદાવાદ તા.૩૦

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વધુ ૧૫ ખાનગી હોસ્પિટલને કોવીડ હોસ્પિટલ જાહેર કરાઇ છે. મહાનગરપાલિકા દ્વારા નવી જાહેર કરાયેલી કોવિડ હોસ્પિટલ દ્વારા ખાનગી ક્વોટાના દર્દીઓ માટે ૧ જૂનના હુકમથી નક્કી કરવામાં આવેલા સારવારના સીલીંગ રેટ મુજબ જ ચાર્જીસ લેવાના રહશે.

કોવિડ હોસ્પિટલ

ચંદ્રમણી હોસ્પીટલ-શાહીબાગ

શ્રી ભારતી વલ્લભ હોસ્પિટલ-શાહીબાગ

શિવાલીક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ-વિરાટનગર

સુમિત્રા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ-વસ્ત્રાલ

કેર પલ્સ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ-નિર્ણયનગર

સીટી પ્લસ હોસ્પિટલ-સોલા

શાલીન હોસ્પિટલ-સાયન્સ સીટી રોડ

સનરાઇઝ હોસ્પિટલ-ક્રીષ્ન નગર

લિટલ ફ્લાવર સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ-જયહીન્દ ચારરસ્તા મણિનગર

પ્રમુખ હોસ્પિટલ-ખોખરા

પાર્થ હોસ્પિટલ-વાસણા

ગુરુપ્રેમ હોસ્પિટલ-નારાણપુરા

કીડની હેલ્થ હોસ્પિટલ-સરદાર પટેલ સ્ટેડિયમ

યુરો ક્યોર એસોસીએટ અર્ના સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ- મણિનગર

ટર્નિગ પોઇન્ટ હોસ્પિટલ-એલિસબ્રીઝ

આ હુકમ મુજબ વોર્ડમાં બેડ માટે પ્રતિ દિવસ ૯ હજાર રૂ., એચડીયુ બેડ માટે ૧૨૬૦૦, આઇસોલેશન+આઇસીયુ બેડ માટે ૧૮૦૫૦, વેન્ટિલેટર+આઇસોલેશન+આઇસીયુ બેડ માટે ૨૧૮૫૦ રૂપિયા રેટ નક્કી કરવામાં આવ્યા છે.

આ હોસ્પિટલો દ્વારા અમદાવાદ શહેર અને બહારના કોરોના દર્દીઓ લેવાની છૂટ રહેશે.

અમદાવાદ શહેર સિવાયના કોરોના દર્દીઓની માહિતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવાની રહેશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here