અમદાવાદ મંડલ પર કોવિડ ૧૯ ને રોકવા માટે જાગરુકતા અભિયાન ની શરુઆત

0
25
Share
Share

અમદાવાદ,તા.૮

પશ્ચિમ રેલવે ના અમદાવાદ મંડળ પર માનનીય પ્રધાનમંત્રી જી ના આહવાન પર આજ થી શરુ થયેલા રાષ્ટ્રવ્યાપી કોવિડ ૧૯ ને રોકવા માટે પ્રોટોકોલ પાલન માટે શપથ લેવામાં આવી.

મંડળ રેલ પ્રબંધક  દિપક કુમાર ઝા એ આ જાગરુકતા અભિયાન ની મંડળ કાર્યાલય થી શરુઆત કરી. આ જાગરુકતા અભિયાન ના અંતર્ગત અમદાવાદ મંડળ ના રેલવે સ્ટેશનો અને કાર્ય સ્થળો પર રેલ કર્મીઓ દ્વારા શપથ લેવામાં આવી.આ ઉપરાંત મંડળ ના મુખ્ય સ્ટેશનો પર ડિજીટલ સ્ક્રીનો ના માધ્યમ થી જાગરુકતા અભિયાન ના બેનર અને પોસ્ટર પણ પ્રદર્શિત કરવામાં આવ્યા. સામાન્ય પબ્લિક , રેલ કર્મીઓ અને તેમના પરિવારો માં કોવિડ ૧૯ થી બચાવ માટે જરુરી ઉપાયો થી સબંધિત હોર્ડિંગ્સ અને પોસ્ટરો સ્ટેશનો, રેલવે પરિસરો, ટ્રેનો, કોચિંગ ડેપો, ડીઝલ શેડ કાર્યાલયો, રેલવે કોલોનીઓ અને અન્ય રેલ પરિસરો માં લગાવવામાં આવી રહ્યા છે.

અમદાવાદ મંડળ પર આ રાષ્ટ્રવ્યાપી અભિયાન ના અંતર્ગત મંડળ રેલ પ્રબંધક શ્રી દિપક કુમાર ઝા, અપર મંડળ રેલ પ્રબંધક  અનંત કુમાર, ઉપસ્થિત અધિકારી તથા કર્મચારીઓ એ દેશ માં ફેલાયેલી આ કોવિડ મહામારી ને રોકવા માટે ફેસ માસ્ક લગાવવા, બે ગજ દૃર રહેવા અને સાબુ અને પાણી થી સારી રીતે હાથ ધોવા તથા બીજાઓને પણ પ્રેરિત કરવા માટે ઉપયુક્ત વ્યવહાર ની શપથ લીધી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here